દરરોજ માઉથવોશ કરવાથી ફાયદો થાય છે, નિષ્ણાતોની ટીમે કહ્યું કે - તેના રસાયણો કોરોનાવાઈરસના આવરણને ઓગાળી શકે છે

દરરોજ માઉથવોશ કરવાથી ફાયદો થાય છે, નિષ્ણાતોની ટીમે કહ્યું કે - તેના રસાયણો કોરોનાવાઈરસના આવરણને ઓગાળી શકે છે

Mouthwash Prevent Corona, team of experts said -chemicals can dissolve the coronavirus coating

  • સંશોધકોના અનુસાર, માઉથવોશ વાઈરસને મોઢામાં નષ્ટ કરીને ગળા સુધી પહોંચતા અટકાવશે
  • માઉથવોશના રસાયણ કોરોનાવાઈરસમાં ગ્લાયકોપ્રોટીનથી બનેલા ઉપરના આવરણને ઓગાળવામાં સક્ષમ 


હકીકતમાં, કોરોનાવાઈરસની ચારેય તરફ એક ચરબીનું આવરણ હોય છે જેને માઉથવોશમાં રહેલા રસાયણો ઓગાળી શકે છે. આ રીતે વાઈરસને મોઢામાં જ નષ્ટ કરીને ગળા સુધી પહોંચતા અટકાવે છે. લંડન. 
માઉથવોશ કોરોનાવાઈરસને નષ્ટ કરી શકે છે અને કોવિડ-19થી બચાવે છે. આ દાવો આંતરરાષ્ટ્રીય વાઈરસ નિષ્ણાતોની ટીમે કર્યો છે. સંશોધનકોના જણાવ્યા પ્રમાણે, માઉથવોશ કોષને સંક્રમિત કરે તે પહેલાં કોરોનાવાઈરસને નષ્ટ કરે છે. 
મોં સાફ કરવું જરૂરી 
સંશોધનકર્તા ઓ-ડોન્નેલના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય અધિકારીઓ દ્વારા માઉથવોશથી કોગળા કરવાની સલાહ હજી સુધી આપવામાં આવી નથી. પરંતુ તે શરીરમાં બાહ્ય વસ્તુઓનો પ્રવેશદ્વાર છે અને એક એવો ભાગ છે જેની સ્વચ્છતા રાખવી જરૂરી છે. કોરોનાકાળમાં સંપૂર્ણ મોંની સફાઈ યોગ્ય રીતે રાખવી જરૂરી છે. તે દાંત અને પાચન માટે પણ સારું છે.
તેમાં સંક્રમણ અટકાવવા માટેના રસાયણો
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, માઉથવોશમાં ક્લોરહેક્સિડિન ગ્લુકોનેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પોવિડોન-આયોડીન જેવા રસાયણ હોય છે. તે બધામાં સંક્રમણ અટકાવાની ક્ષમતા છે. કોરોનાની ઉપરની સપાટી ગ્લાયકોપ્રોટીનની હોય છે તે ઈમ્યુન સિસ્ટમ પર હાવી થઈને શરીરમાં કોષોને સંક્રમિત કરે છે. 
ગ્લાયકોપ્રોટીનથી બનેલી ઉપરની સપાટીને ઓગાળે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, માઉથવોશમાં રહેલા રસાયણ કોરોનાવાઈરસમાં ગ્લાયકોપ્રોટીનથી બનેલી ઉપરની સપાટીને ઓગાળવાનો પ્રયાસ કરે છે. એકવાર તેની બાહ્ય સપાટી ઓગળવા લાગે છે તો વાઈરસ કોષોને સંક્રમિત નથી કરી શકતા. 
ઘણી મુખ્ય યુનિવર્સિટીના વાઈરસ નિષ્ણાત રિસર્ચમાં સામેલ
સંશોધનકર્તાઓની ટીમમાં કાર્ડિફ, નોટિંગહામ, કોલોરાડો, ઓટાવા, બાર્સેલોના યુનિવર્સિટીની સાથે કેમ્બ્રિજ ઈન્સ્ટિટયૂટના વાઈરસ નિષ્ણાતો સામેલ છે. રિસર્ચ એ દાવો નથી કરતું  કે માર્કેટમાં ઉપલબ્ધ તમામ માઉથવોશ કોરોનાવાઈરને નષ્ટ કરશે પરંતુ તેમાં રહેલા રસાયણ કોરોનાથી બચાવમાં મદદગાર સાબિત થાય છે. આવા માઉથવોશ બ્રાન્ડ વિશે અત્યાર સુધી નિષ્ણાતોએ કોઈ અભિપ્રાય આપ્યો નથી. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનઈઝેશન હજી તૈયાર નથી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, માઉથવોશથી કોરોનાવાઈરસ નષ્ટ થવાના કોઈ પુરાવા નથી. જો કે, માઉથવોશની અમુક બ્રાન્ડ એવી છે જે લાળમાં હાજર ઘણા પ્રકારના સુક્ષ્મસજીવોને નષ્ટ કરે છે. પરંતુ નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે, તેના કારણે લાળમાં હાજર સારા એન્ઝાઈમ અને સુક્ષ્મસજીવો પણ નાશ પામે છે.

0 Response to "દરરોજ માઉથવોશ કરવાથી ફાયદો થાય છે, નિષ્ણાતોની ટીમે કહ્યું કે - તેના રસાયણો કોરોનાવાઈરસના આવરણને ઓગાળી શકે છે"

Post a Comment

Native Banner