ચક્રવાત એમ્ફાનનો વધ્યો ખતરો, ઓડિશાના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, દરિયાઈ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ

ચક્રવાત એમ્ફાનનો વધ્યો ખતરો, ઓડિશાના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, દરિયાઈ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, ચક્રવાતની ગતિ ધીમે ધીમે વધી રહી હોવાની હવામાન વિભાગની આગાહી


બંગાળની ખાડીમાં ચક્રાવાતી તોફાન એમ્ફાન જોખમી બની રહ્યું છે. પરિણામે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેરી કરી દેવાયું છે.ઓડિશાના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર  કરવાની  સાથે  દરિયાઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતરની તૈયારી કરી લેવાઈ છે. હવામાન વિભાગ મુજબ હાલ દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે, તેથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ બગડી શકે છે. બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી તોફાન એમ્ફાન 20 મે સુધીમાં 150 કિલોમીટરથી માંડીને 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાઈ શકે છે.  ચક્રવાતી તોફાનની ગતિ અને ક્ષમતાને જોતા ઓડિશા અને પશ્ચિમ બંગાળે રવિવારે કેન્દ્ર સરકારને એમ્ફાનના રસ્તામાંથી પસાર થતી શ્રમિક વિશેષ ટ્રેનો બે-ત્રણ દિવસ માટે બંધ કરવા કરી દીધી છે.   તોફાનના કારણે દક્ષિણ અને બંગાળની ખાડી તથા અંદામાન સાગરમાં સમુદ્રની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ થઈ શકે છે. એવામાં પૂર્વીય અને દક્ષિણના રાજ્યોના માછીમારોને દરિયામાં ન જવા માટે સલાહ અપાઈ છે. આગામી 48 કલાકમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારો પર એમ્ફાનની અસર જોવા મળી શકે છે. એમ્ફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.  ઓડિશામાં વિશેષ રાહત કમિશનર પી. કે. જેનાએ જણાવ્યું હતું કે રાજ્યમાં દરિયા કાંઠાના 12 જિલ્લાઓમાં 809 સાઈક્લોન આશ્રયસ્થાનો બનાવાયા છે, જેમાંથી ૨૪૨નો હાલ કોવિડ-૧૯ સામેની લડાઈમાં કામચલાઉ મેડિકલ કેમ્પ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. અમારી પાસે હાલ ૫૬૭ સાઈક્લોન અને ફ્લડ શેલ્ટર્સ છે, જ્યાં અંદાજે લોકોને ખસેડવામાં આવે તેવી સંભાવના છે. વધારમાં જરૃર પડે તો તંત્રે ૭,૦૯૨ ઈમારતોને પણ લોકોના આશ્રય માટે તૈયાર રાખી છે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાનો સામનો કરવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ હાથ ધરાઈ છે.

0 Response to "ચક્રવાત એમ્ફાનનો વધ્યો ખતરો, ઓડિશાના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, દરિયાઈ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ"

Post a Comment

Native Banner