Lockdown 4.0: ગુજરાત સરકારના નવા નિયમ આજે જાહેર કરશે, બાઈક-રિક્ષાને અપાશે છૂટ

Lockdown 4.0: ગુજરાત સરકારના નવા નિયમ આજે જાહેર કરશે, બાઈક-રિક્ષાને અપાશે છૂટ

સરકાર સોમવારે જિલ્લા કલેક્ટરો અમે જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્યારબાદ નવા નિયમોની જાહેરાત કરશે.


Lockdown 4.0: ગુજરાત સરકારના નવા નિયમ આજે જાહેર કરશે, બાઈક-રિક્ષાને અપાશે છૂટ
ગાંઘીનગર: રાજ્ય સહિત પૂરા દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,380 કેસ નોંધાઈ ચુક્યા છે, જ્યારે મૃત્યઆંક 659 પહોંચી ગયો છે. આ બધા વચ્ચે આજે કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના નિયમોને લઈ જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. તો આ મામલે રાજ્ય સરકારે ગુજરાતમાં લોકડાઉનના નિયમોનો નિર્ણય જાહેર કરવાનું સોમવાર પર મુલતવી રાખ્યું છે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કર્યા બાદ, ગુજરાતમાં લોકડાઉનના નિયમો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલની કોર કમિટીની બેઠક યોજવામાં આવી. જોકે, આ બેઠકમાં આજે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. જેથી હવે સરકાર આજે જિલ્લા કલેક્ટરો અમે જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્યારબાદ નવા નિયમોની જાહેરાત કરશે.

આ મામલે માહિતી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેનમેન્ટ એરિયામાં કોઈ પમ પ્રકારની વધારાની છૂટ આપવામાં નહીં આવે. આ સિવાયના ઝોનમાં અલગ-અલગ ઝોન મુજબ છૂટછાટ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર નવા નિયમોમાં માસ્ક ન પહેર્યું હોય તેના પર રૂ. 200ની દંડની જોગવાઈ કરશે. જ્યારે બાઈક અને રિક્શા ચાલકોને નિયમ શરતો સાથે છૂટ આપવાનો પણ વિચાર ચાલી રહ્યો છે. આવતી કાલે નવા નિયમોની જાહેરાત કરાશે અને નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4.0ની જનરલ ગાઈડલાઈન્સ

1. રેલવે સ્ટેશનો, એરપોર્ટ બસ ડેપોમાં કેન્ટીન ખોલવાની છૂટ રહેશે

2. રેસ્ટોરન્ટમાં હોમ ડિલેવરી માટે રસોઈઘરમાં જમવાનું બનાવવાની છૂટ રહેશે3. રાજ્ય સરકારીન મંજૂરીથી આંતરરાજ્ય યાત્રી વાહનો અને બસ ચલાવવાની છૂટ રહેશે

4. સાંજે 7થી સવારે સાત વાગ્યા સુધી જરૂરી સેવા સાથે જોડાયેલા વ્યક્તિ સિવાયના લોકોની અવર-જવર પર પૂર્ણ પ્રતિબંધ

5. રાજ્યની અંદર બસ તથા અન્ય પ્રાઈવેટ વાહનો ચલાવવા પર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર નિર્ણય લઈ શકશે.6. નવા દિશાનિર્દેશ હેઠળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માપદંડોને ધ્યાનમાં રાખી કોવિડ-19ને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનનું નિર્ધારણ કરી શકશે. આ ઝોન એક જિલ્લા અથવા નગર નિગમ/નગર પાલિકા અથવા પંચાયતો જેવા અલગ-અલગ હોઈ શકે છે. આ જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર જાતે નક્કી કરશે.

7. મેડિકલ પ્રોફેશનલ, ડોલ્ટર્સ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, સફાઈકર્મી, એમ્બ્યુલન્સ માટે આંતરરાજ્ય અને રાજ્યની અંદર અવર-જવર કરી શકશે.

8. પૂરા દેશમાં 31 મે સુધી સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ પર પ્રતિબંધ રહેશે. જોકે, સરકારે ઓનલાઈન અભ્યાસને મંજૂરી આપી છે. તેને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.

9. માલવાહક વાહનો, ટ્રકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની મંજૂરી રહેશે

10. હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ હોસ્પિટેલિટી સેવાઓ પૂરી રીતે બંધ રહેશે. તેમાં સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ, સરકારી ઓફિસરો, બીજા શહેરોમાં ફસાયેલા યાત્રિકો અને ક્વોરન્ટાઈન સેન્ટર માટે લેવામાં આવેલી ઈમારતો માટે ખોલવાની છૂટ આપવામાં આવશે.

11. કોઈ પણ રાજ્ય માલવાહક વાહનો અથવા ટ્રકોને આંતરરાજ્ય અવર-જવર માટે રોકી નહી શકે

12. લોકડાઉન દરમિયાન દેશમાં કોવિડ-19 માટે જાહેર કરેલા દિશાનિર્દેશ લાગુ રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. સાર્વજનિક સ્થળ પર થુંકવા પર પ્રતિબંધ રહેશે. સાર્વજનિક સ્થળો અને ટ્રાંસપોર્ટ માટે સોશિય ડિસ્ટન્સ અનિવાર્ય રહેશે

13. લગ્ન સમારોહમાં 50થી વધારે લોકો પર પાબંધી રહેશે

14. અંતિમ સંસ્કાર દરમિયાન 20થી વધારે લોકો પર પાબંદી રહેશે

15. સાર્વજનિક સ્થળ પર દારૂનું સેવન, ગુટખા, તંબાકુ ઉત્પાદન ખાવા પર પાબંદી રહેશે

16. સ્થાનિક પ્રશાસન નક્કી કરશે કે, તમામ દુકાનો નક્કી કરેલા સમયે ખુલે અને બંધ થાય. તેમાં સોશિયલ ડિસ્ટસિંગનું પાલન થાય.

રાજ્યમાં લોકડાઉન 4.0 મામલે કોઈ નિર્ણય નહીં, આવતીકાલે નવા નિયમો જાહેર થશે, 24 કલાકમાં કોરોનાના 391 નવા કેસ અને 34ના મોત










0 Response to "Lockdown 4.0: ગુજરાત સરકારના નવા નિયમ આજે જાહેર કરશે, બાઈક-રિક્ષાને અપાશે છૂટ"

Post a Comment

Native Banner