અમ્ફાન સાયક્લોન’થી બંગાળમાં 72 લોકોનાં મોત, PM મોદીએ આપ્યો મદદનો ભરોસો

અમ્ફાન સાયક્લોન’થી બંગાળમાં 72 લોકોનાં મોત, PM મોદીએ આપ્યો મદદનો ભરોસો

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી છે. અમ્ફાનનાં કારણે બંગાળમાં 72 લોકોનાં મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં બંગાળ અને ઓરિસ્સાની સ્થિતિને લઇને ટ્વીટ કર્યું. પીએમ મોદીએ લખ્યું કે મુશ્કેલ સમયમાં આખો દેશ બંગાળ અને ઓરિસ્સા સાથે ઉભો છે.

એનડીઆરએફની ટીમો અમ્ફાન પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહી છે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ‘ચક્રવાતી તોફાન અમ્ફાને કેવી રીતે તબાહી મચાવી છે, તેની તસવીર મે જોઇ છે. આ મુશ્કેલ સમયમાં આખો દેશ પશ્ચિમ બંગાળની સાથે ઉભો છે. રાજ્યનાં લોકો માટે પ્રાર્થના કરું છું અને રાજ્યમાં બધું જ ફરી નૉર્મલ કરવાનું આશ્વાસન આપું છું.’ પીએમ મોદીએ લખ્યું કે લખ્યું કે, એનડીઆરએફની ટીમો અમ્ફાન પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને ઉચ્ચ અધિકારી આના પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે મળીને કામ કરી રહી છે અને લોકોની મદદ કરવામાં કોઈ અસર નહીં છોડવામાં આવે.
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું – સ્થિતિ પર નજર રાખી રહ્યું છે કેન્દ્ર
ઓરિસ્સાને લઇને પણ પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, રાજ્ય સરકારની સાથે મળીને કેન્દ્ર સરકાર રાહત કાર્યમાં લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સાયક્લોન અમ્ફાનને લઇને ટ્વીટ કર્યું છે. અમિત શાહે લખ્યું કે, અમ્ફાનનાં કારણે બંગાળ અને ઓરિસ્સામાં પેદા થયેલી સ્થિતિ પર કેન્દ્ર સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે. મે નવીન પટનાયક, મમતા બેનર્જી સાથે વાત કરી છે અને કેન્દ્ર તરફથી મદદનો ભરોસો આપ્યો છે.
હવાની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધારે હતી
અમિત શાહે લખ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દરેક વ્યક્તિની સુરક્ષા માટે તત્પર છે. એનડીઆરએફની ટીમ પ્રભાવિત ક્ષેત્રોમાં મદદ કરી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના ઘરોમાં જ રહે. ઉલ્લેખનીય છે કે બુધવાર બપોરનાં બંગાળ અને ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન અમ્ફાન ટકરાયું હતુ. આ દરમિયાન હવાની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધારે હતી. બંગાળ અને કોલકાતામાં આ તોફાનથી ઘણું નુકસાન થયું છે.

0 Response to "અમ્ફાન સાયક્લોન’થી બંગાળમાં 72 લોકોનાં મોત, PM મોદીએ આપ્યો મદદનો ભરોસો"

Post a Comment

Native Banner