Honor 9X Proની આજે પહેલી સેલ, જાણો કિંમત અને ફીચર્સ, મળશે આ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર

Honor 9X Proની આજે પહેલી સેલ, જાણો કિંમત અને ફીચર્સ, મળશે આ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર



ટેક કંપની ઓનર(Honor) ના લેટેસ્ટ પ્રોડક્ટ સ્માર્ટફોન 9X Pro ની આજે પહેલી સેલ છે. ગ્રાહકોને આ સ્માર્ટફોનની ખરીદ કરવા પર શાનદાર ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સાથે આ સ્માર્ટફોનને નો-કોસ્ટ ઇએમઆઈ જેવી ઓફર્સ સાથે પણ ખરીદી શકાશે. જો કે, આ સ્માર્ટફોનની ડિલિવરી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇન મુજબ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગયા સપ્તાહે કંપનીએ 9X Proને ભારતીય માર્કેટમાં ઉતાર્યો હતો.

જાણો Honor 9X Pro ની કિંમત:
મીડિયા રિપોર્ટ મુજબ કંપનીના આ સ્માર્ટફોનના 6જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત લગભગ 17,999 રૂપિયા નક્કિ કરવામાં આવી છે. અર્લી સેલ ઓફર અંતર્ગત 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળશે. રિપોર્ટ પ્રમાણે આ સ્માર્ટફોનની પહેલી સેલ કંપનીની આધિકારિક સાઇટ અને ફ્લિપકાર્ટ પર ગુરૂવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ છે.
Honor 9X Proના ફીચર્સ:
આ ફોનમાં 16MPનો સિંગલ પોપઅપ સેલ્ફી કેમેરા અને એપ ગેલરી ફીચર મળશે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેમાં યુઝર એપ ડાઉનલોડ કર્યા વગર તેનો ટ્રાયલ લઈ શકશે. આ સ્માર્ટફોનને મિડનાઇટ બ્લેક અને Phantom બ્લેક કલર ઓપ્શન સાથે ખરીદી શકાશે. ફોનમાં 6.59 ઇંચનું ફુલ એચડી ડિસ્પ્લે મળશે. ઉપરાંત, ઓક્ટા-કોર HiSilicon Kirin 810પ્રોસેસર, એડ્રોઇડ 9 પર આધારિત EMUI 9.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેમાં 48 મેગાપિક્સનું સોની IMX582 સેન્સર, 8 મેગાપિક્સલનું એલ્ટ્રા-વાઇડ એંગલ લેસ અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર મળશે. ઉપરાંત, સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનું પોપઅપ સેલ્ફી કેમેરા આપવામાં આવશે.

0 Response to "Honor 9X Proની આજે પહેલી સેલ, જાણો કિંમત અને ફીચર્સ, મળશે આ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર"

Post a Comment

Native Banner