
અમદાવાદ : શુક્રવારથી કેટલી છૂટ મળશે? ગ્રાહકો-વેપારીઓએ કયા નિયમ પાળવા પડશે?
Thursday, 14 May 2020
Comment
15મી મેના રોજ સવારે છ વાગ્યે અમદાવાદમાં સજ્જડ લૉકડાઉનનો અંત આવશે, આ સાથે કોર્પોરેશન તરફથી કેટલિક છૂટછાટ જાહેર કરવામાં આવી છે.
.
અમદાવાદ : શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે સાતમી મેથી નવ દિવસ માટે અમદાવાદ શહેર સજ્જડ બંધ રહેવાની જાહેરાત કરી હતી. એટલે કે 14મી તારીખ સુધી અમદાવાદમાં ફક્ત દૂધ અને મેડિકલની દુકાનો જ ખુલ્લી રહી હતી. હવે 15મી મેથી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શરતો સાથે અમુક છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત શાકભાજીના વિક્રેતાઓ અને કરિયાણાની દુકાનધરાવતા લોકોનું સ્ક્રિનિંગ કરીને તેમને હેલ્થકાર્ડ આપી દેવામાં આવ્યા છે. તો જાણીએ 15મીથી અમદાવાદમાં કેટલી વસ્તુ બદલાશેકન્ટેનમેન્ટ ઝોન :

અમદાવાદ શહેરના 10 વોર્ડ, ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર, મણીનગરને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે..
કન્ટેનમેન્ટમાં આવતા વિસ્તારો માટે શું? : કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા વોર્ડમાં હોમ ડિલિવરી પર પ્રતિબંધ. આ ઉપરાંત સેવાઓ અને શાકભાજી તેમજ ફળના હોલસેલ બજારો નહીં ખૂલે. કાલુપુર, જમાલપુર, રાજનગર માર્કેટ, માણેકચોક સહિત બજારો બંધ જ રહેશે.
કન્ટેનમેન્ટ ઝોન : અમદાવાદ શહેરના 10 વોર્ડ, ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર, મણીનગરને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્ગદર્શિકા : માત્ર છૂટછાટ અપાયેલ ચીજવસ્તુઓનું જ વેચાણ સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કરી શકાશે. નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહીં.

કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્ગદર્શિકા : આ સમયગાળામાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે શાકભાજી વેચનારા વેપારીઓ પોતાની જોઈતી વસ્તુ હોલસેલમાં ઉપરોક્ત સમયગાળા દરમિયાન જ મેળવી લેવાની રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્ગદર્શિકા : આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ તમામ લોકો- માલિકો તેમજ કામદારોની આરોગ્ય વિષયક ચકાસણી કરાવી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ મેળવી લેવાના રહેશે. આ કાર્ડ વેપારના સમયે પોતાની પાસે અચૂક રાખવાના રહેશે. આ કાર્ડ દર સાત દિવસે રીન્યૂ કરાવવાના રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્ગદર્શિકા : વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજીયાત જાળવવાનું રહેશે. રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે. તેવી જ રીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્ગદર્શિકા : દુકાનમાં કામ કરતા તમામ (માલિકો તેમજ કામદારો) તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લોઝ, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્ગદર્શિકા : ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવાનું રહેશે. દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજવસ્તુની આપ-લે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં ગ્રાહકો માટે માર્ગદર્શિકા : બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત પણે પહેરવાનું રહેશે. હેન્ડ ગ્લોઝ અને કેપ ઉપલબ્ધ હોય તો અચૂક પહેરવાના રહેશે. શાકભાજી/ જીવનજરૂરી વસ્તુઓને ધરે લઈ જઈને યોગ્ય રીતે સેનિટાઇઝ કરવા.

કન્ટેનમેન્ટ ઝોનમાં ગ્રાહકો માટે માર્ગદર્શિકા : ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનુ રહેશે. તેમજ ખરીદી કરતી વખતે સામાજીક અંતર ફરજીયાતપણે જાળવવાનું રહેશે. કન્ટેન્મેન્ટ એરિયામાંથી અન્ય વિસ્તારમાં ખરીદી માટે જવાનું રહેશે નહીં.

કન્ટેનમેન્ટ ઝોનમાં ગ્રાહકો માટે માર્ગદર્શિકા : માત્ર છૂટછાટ અપાયેલ ચીજવસ્તુઓની સવારના 08 થી બપોરના 01 સુધી બહાર નીકળી ખરીદી કરવાની રહેશે. નિશ્ચિત કરવામાં આવેલા સમયગાળા સિવાય બહાર નીકળી શકાશે નહીં.

કન્ટેનમેન્ટ ઝોનમાં ગ્રાહકો માટે માર્ગદર્શિકા : રોકડ ખરીદી કરતી વખતે વેપારીને અલગથી ટ્રેમાં પેમેન્ટ આપવાનું રહેશે. તેવી જ રીતે વેપારી પાસેથી રોકડ પરત પણ અલગ ટ્રેથી લેવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.

કન્ટેનમેન્ટ ઝોન સિવાય : કરિયાણાં, શાકભાજી, ફળો, અનાજ દળવાની ઘંટી વગરે વોર્ડ દીઠ નક્કી કરેલી જગ્યા પર સવારના 8થી બપોરના ત્રણ સુધી ખુલ્લા રાખી શકાશે. આ દરમિયાન માત્ર છૂટછાટ આપવામાં આવી હોય એવી જ વસ્તુઓ મળશે.

આવશ્યક વસ્તુઓની દુકાનો જ ખુલશે : સરકારના આદેશ પ્રમાણે હાલમાં ફક્ત જીવન જરૂરી હોય તેવી અને સરકારે છૂટછાટ આપી છે તે જ દુકાનો ખુલશે. કેન્દ્ર સરકાર લૉકડાઉન 4.0ની જાહેરાત કરે ત્યાર બાદ બીજી છૂટછાટ પર વિચાર કરાશે.

ડિજિટલ પેમેન્ટનો આગ્રહ : દુકાનદારોને તંત્ર તરફથી ડિજિટલ પેમેન્ટ લેવાનો આગ્રહ કરવામાં આવ્યો નથી. જોકે, આવું કરવું ફરજિયાત નથી. રોકડથી પણ વ્યવહાર થઈ શકશે પરંતુ આ માટે અલગથી ટ્રે રાખવી પડશે.

હોમ ડિલિવરી માટે નિયમ : હોમ ડિલિવરી કરતી એજન્સીઓએ ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. તેઓ સવારના 10 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી માલની ડિલિવરી કરી શકશે. હોમ ડિલિવરી એજન્સીઓએ પણ તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

અમદાવાદમાં પાંચ જગ્યાએ શાકભાજીનું હોલસેલ માર્કેટ ભરાશે : 1) રિવરફ્રન્ટ ખાતે આવેલી ગુજરી બજાર 2) કાંકરિયા ખાતે આવેલું કુટબોલ ગ્રાઉન્ડ 3) એ.ઈ.એસ. ગ્રાઉન્ડ (દૂરદર્શન કેન્દ્ર પાછળ), બોડકદેવ 4) જેતલપુર એપીએમસી માર્કેટ 5) વાસણા એપીએમસી (ડુંગળી- ટાકા માટે)

શાકભાજી હોલસેલ બજાર : પાંચ હોલસેલ બજારમાંથી શાકભાજીનુ છૂટક વેચાણ કરતા વિક્રેતાઓ હોલસેલ શાકભાજીની ખરીદી કરી શકશે. આ જગ્યાએથી કોઈ પણ પ્રકારનું છૂટક શાકભાજી ગ્રાહકોનો આપવામાં નહીં આવે.

શાકભાજી હોલસેલ બજાર : ખેડૂતો સવારે 3.00 કલાકથી 7.00 કલાક સુધી પોતાના વાહનો મારફતે શાકભાજી લાવી જેતલપુર માર્કેટના હોલસેલ વેપારીઓને વેચી શકશે. આ વેપારીઓ સવારના 7.00 કલાક થી 10.00 કલાક દરમિયાન અન્ય વેપારીઓને માલ વેચશે.

ફ્રૂટ માર્કેટ : અમદાવાદ શહેરનાં નરોડામાં આવેલ જૂનું અને પરંપરાગત ફળફળાદી માર્કેટમાં હોલસેલ બજાર શરુ કરાશે. અમદાવાદમાં શાકભાજી તેમજ ફ્રૂટની અછત ન સર્જાય તે માટે કોર્પોરેશન તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું.
0 Response to "અમદાવાદ : શુક્રવારથી કેટલી છૂટ મળશે? ગ્રાહકો-વેપારીઓએ કયા નિયમ પાળવા પડશે?"
Post a Comment