
CBSE / 9મા અને 11મા ધોરણમા ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે
Thursday, 14 May 2020
Comment
- CBSEએ કહ્યું- સ્કૂલો પરીક્ષા આયોજિત કરી શકે છે, વિદ્યાર્થીઓને પૂરતો સમય મળે
અમદાવાદ.કોરોનાવાયરસ મહામારીમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લઇને CBSE દ્વારા અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે અંતર્ગત હવે 9મા અને 11મા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી જો કોઇ વિદ્યાર્થી નાપાસ થયા હશે તો તેમને શાળા ફરી પરીક્ષામાં બેસવાનો મોકો આપશે. CBSE દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવાયું છે કે સ્કૂલ તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરી શકે છે. જે વિષયમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમની પરીક્ષા લઇ શકશે અને તે પહેલા વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય આપવો પડશે. આ સગવડ આ વર્ષ પૂરતી છે જેમાં કોરોના મહામારીના કારણે પરીક્ષાનું સંચાલન પ્રભાવિત થયું છે.
0 Response to "CBSE / 9મા અને 11મા ધોરણમા ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે"
Post a Comment