16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

    14 migrant workers mowed down by goods train in Maharashtras Aurangabad distri
  •  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મજૂર શુક્રવારે સવારે 5.15 વાગ્યે માલગાડીમાં આવી ગયા હતા 
  • દુર્ઘટના ઔરંગાબાદના કરમાડ સ્ટેશન પાસે બની  હતી, મજૂરોને ભુસવાલથી મધ્યપ્રદેશ જવાની ટ્રેન પકડવાની હતી
  • ઔરંગાબાદ. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 16 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના  ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.
  • મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતક મજૂરોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે રેલવે મંત્રી સાથે વાત કરીને ઘાયલની સહાયતા કરવા માટે કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે અકસ્માતને કારણે  થયેલા મજૂરોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલવે પ્રધાન પિયુષ ગોયલ સાથે વાત કરી છે અને તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા. થાકી ગયા તો પાટા પર જ સુઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનના સંકજામાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા. 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ દુર્ઘટના અંગે ટ્વીટ કર્યું હતું કે, માલગાડીથી કચડાઈ જવાથી મજૂર ભાઈ-બહેનોના મોત થવાથી હેરાન છું. આપણને  આપણા રાષ્ટ્ર નિર્માણકર્તાઓ સાથે કરવામાં આવી રહેલા વ્યવહાર પર શરમ આવવી જોઈએ. જે લોકોના મોત થયા છે તેમના પરિવાર સાથે પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.
રેલવે મંત્રાલયે જણાવ્યું કે, ઘટના બદનાપુર અને કરનાડ સ્ટેશન વચ્ચેની છે. આ વિસ્તાર રેલવેના પરમણી- મનમાડ સેક્શનમાં આવે છે. શુક્રવાર સવારે ઘણા મજૂરો રેલવે ટ્રેક પર સૂતા હતા. માલગાડીના ડ્રાઈવરે તેમને જોઈ લીધા હતા, બચાવવાના પ્રયાસ પણ કર્યા, પણ દુર્ઘટના બની ગઈ હતી. કેસની તપાસના  આદેશ આપી દેવાયા છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટના દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલવે મંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કરી હતી. સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

0 Response to "16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી"

Post a Comment

Native Banner