મોદી સરકારનો એક નિર્ણય અને દુનિયાને મહામારી આપનાર ચીનને 5 વર્ષ સુધી ભોગવવું પડશે નુકસાન!
Tuesday 12 May 2020
Comment
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ચીનથી આખી દુનિયામાં ફેલાયો છે. તેથી વિશ્વના મોટાભાગના દેશ ચીન સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે હવે ભારતે પણ ચીન સામે ખાસ તૈયારી શરૂ કરી છે. મોદી સરકાર દેશની ઘરેલું કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ચીનથી નિકાસ (ઇન્પોર્ટ) થતી લગભગ 25 આઇટમ્સ પર એન્ટી-ડંપિંગ ડ્યૂટી(Anti-Dumping Duties) વધારશે એવી માહિતી મળી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે કેલકુલેટર, યુએસબી ડ્રાઇવથી લઈ સ્ટીલ, સોલર સેલ અને વિટામિન ઇ સુધી બે ડઝનથી વધુ ચીની માલ-સામાન પર એન્ટી ડંપિંગ ડ્યુટી સમાપ્ત થઈ રહી છે. તેથી હવે સરકાર આ વસ્તુઓ પર ડંપિંગ ડ્યુટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે એન્ટી-ડંપિંગ ડ્યુટી સમાપ્ત થતા ઘરેલું માર્કેટમાં ચીની આઇટમ્સનું પૂર આવી જશે અને ઘરેલુ કંપનીઓના બિઝનેસને માઠી અસર થશે.
તેથી ઘરેલુ કંપનીઓને બચાવવા માટે સરકાર ચીની સામાન પર એન્ટી ડંપિંગ ડ્યુટી 5 વર્ષ માટે વધારી શકે છે. જો એવું થશે તો મોદી સરકારના આ નિર્ણયથી ચીનને મોટો ઝાટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2018-19માં ચીનથી ભારતની કુલ આયાત 70.32 અબજ ડોલર રહી હતી. જેમાં 25 પ્રોડક્ટનું યોગદાન વધુ રહ્યું હતું. આ પ્રોડક્ટ્સ પર એન્ટી ડંપિંગ ડ્યુટી 5 વર્ષ પહેલા લગાવવામાં આવી હતી જે હવે આ વર્ષે સમાપ્ત થઈ રહી છે.
0 Response to "મોદી સરકારનો એક નિર્ણય અને દુનિયાને મહામારી આપનાર ચીનને 5 વર્ષ સુધી ભોગવવું પડશે નુકસાન!"
Post a Comment