કેવી રીતે બનશું આત્મનિર્ભર? / આપણું વેચાણ ઓછું અને ખરીદી વધારે છે; ચીન સાથે 6 વર્ષમાં વેપારમાં 20 લાખ કરોડનું નુકસાન, ગયા વર્ષે ચીન પાસેથી 3 હજાર કરોડના રમકડાં ખરીદ્યા હતા

કેવી રીતે બનશું આત્મનિર્ભર? / આપણું વેચાણ ઓછું અને ખરીદી વધારે છે; ચીન સાથે 6 વર્ષમાં વેપારમાં 20 લાખ કરોડનું નુકસાન, ગયા વર્ષે ચીન પાસેથી 3 હજાર કરોડના રમકડાં ખરીદ્યા હતા

Our sales are low and purchases are high; 20 lakh crore trade deficit with China in 6 years, bought 3,000 crore toys from China last year

  • પહેલા યુએઈ, પછી ચીન અને છેલ્લા 2 વર્ષથી આપણે સૌથી વધુ વેપાર અમેરિકા સાથે કરીએ છીએ
  • ચીન સાથે આપણું ટ્રેડ બેલેન્સ હંમેશા નેગેટિવમાં રહે છે, પરંતુ અમેરિકા સાથે હંમેશા પોઝિટિવ રહ્યું


નવી દિલ્હી. 
જ્યારે પીએમ મોદીએ 12 મેના રોજ દેશને સંબોધન કર્યું ત્યારે તેમનું ધ્યાન એક જ શબ્દ પર હતું અને આ શબ્દ હતો 'આત્મનિર્ભર ભારત'. એટલે કે એવું ભારત જેને કંઈપણ માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર ન પડે. અત્યારે આપણે અન્ય દેશોમાંથી વધુ ખરીદી કરીએ છીએ અને ઓછું વેચાણ કરીએ છીએ. વ્યવસાયની ભાષામાં, તેને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કહેવામાં આવે છે. પરંતુ, જ્યારે આપણે વધુ ખરીદીએ અને ઓછું વેચાણ કરીએ, ત્યારે આપણો ટ્રેડ બેલેન્સ નેગેટિવમાં જાય છે, એટલે નુકસાન થાય છે
આપણે 6 વર્ષમાં 56 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે, ફક્ત એકલા ચીનથી 20 લાખ કરોડનું નુકસાન થયું છે
ભારતના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ડેટા મિનિસ્ટ્રી ઓફ કોમર્સની વેબસાઈટ પરથી લીધા હતા. તે મુજબ, એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020ની વચ્ચે આપણે 18.60 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કર્યું છે. જ્યારે 28.40 લાખ કરોડ રૂપિયાનું ઈમ્પોર્ટ કર્યું છે. આ રીતે આપણું ટ્રેડ બેલેન્સ -9.79 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
2014-15થી 2019-20 (એપ્રિલથી જાન્યુઆરી) ની વચ્ચે 115.85 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કર્યું. જ્યારે 172.39 લાખ કરોડનું ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું. આમ આપણને આ 6 વર્ષ દરમિયાન 56.54 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.એ જ રીતે, 2014-15થી 2019-20 (એપ્રિલથી જાન્યુઆરી) દરમિયાન આપણે એકલા ચીનને 5.04 લાખ કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો, જ્યારે તેની પાસેથી 25.76 લાખ કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો. એટલે કે, ચીનથી 6 વર્ષમાં આપણે 20 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 

ચીન પાસેથી સૌથી વધુ ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઈક્વિપમેન્ટ ખરીદીએ છીએ 
ભારતે 2018-19માં ચીન પાસેથી 4.92 લાખ કરોડ રૂપિયાથી વધુનો માલ ખરીદ્યો હતો. જે 2017-18થી 0.3% નીચે છે. આપણે ચીનમાંથી સૌથી વધુ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી છે. 2018-19માં ભારતે ચીન પાસેથી 1.44 લાખ કરોડ રૂપિયાથી વધુની ઇલેક્ટ્રિક મશીનરી અને  ઈક્વિપમેન્ટની ખરીદી કરી હતી. જોકે તેમાં પણ 2017-18ની સરખામણીએ લગભગ 22%નો ઘટાડો થયો છે.2017-18 દરમિયાન ભારતે રૂ. 1.84 લાખ કરોડની ઇલેક્ટ્રિક મશીનરી અને ઉપકરણોની ખરીદી કરી હતી.
આ સિવાય, પરમાણુ રિએક્ટર, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિકના આર્ટિકલ અને ફર્ટિલાઇઝર જેવો સામાન ચીનમાંથી એક્સપોર્ટ કરવામાં આવતી 10- કોમોડિટીમાં શામેલ છે.
આટલું જ નહીં, 2018-19માં આપણે ચીન પાસેથી 3 હજાર 162 કરોડ રૂપિયાથી વધુના રમકડા ખરીદ્યા હતા. સાબુ, વોશિંગ ડિટર્જન્ટ જેવી વસ્તુઓ પણ રૂ. 4 784 કરોડમાં ખરીદી હતી.

.
2011-12 પહેલા યુએઈ સાથે આપણે સૌથી વધુ વેપાર કરતા હતા. જોકે ત્યારબાદ યુએઈની જગ્યા ચીને લીધી હતી. 2011-12થી 2017-18 સુધી આપણે સૌથી વધુ વેપાર ચીન સાથે કરતા હતા. આ દરમિયાન બંને દેશ વચ્ચે વેપાર વધ્યો હતો.
2011-12માં ભારત-ચીન વચ્ચે 3.52 લાખ કરોડનો વેપાર થયો હતો. જે 2017-18માં વધીને 5.78 લાખ કરોડ રૂપિયા થયો હતો. 6 વર્ષમાં વેપારમાં 60%નો વેપાર થયો હતો.



પરંતુ 2018-19માં ચીનની જગ્યા અમેરિકાએ લઈ લીધી અને અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું હતું. ભારત અને અમેરિકા વચ્ચે 2017-18માં 4.80 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. જ્યારે, 2018-19માં 6.15 લાખ કરોડનો વેપાર થયો હતો.
એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે 5.30 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે. સારી વાત એ છે કે ચીન સાથે આપણો ટ્રેડ બેલેન્સ હંમેશા નેગેટિવમાં રહેતો હતો, પરંતુ અમેરિકા સાથે હંમેશા પોઝિટિવ જ રહે છે. છેલ્લા 6 વર્ષમાં અમેરિકા સાથે ટ્રેડ બેલેન્સ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.

0 Response to "કેવી રીતે બનશું આત્મનિર્ભર? / આપણું વેચાણ ઓછું અને ખરીદી વધારે છે; ચીન સાથે 6 વર્ષમાં વેપારમાં 20 લાખ કરોડનું નુકસાન, ગયા વર્ષે ચીન પાસેથી 3 હજાર કરોડના રમકડાં ખરીદ્યા હતા"

Post a Comment

Native Banner