રેલ ટિકિટ લેવા રેલ્વે સ્ટેશન પર ન આવવું, ઓનલાઈન ટિકિટ વગર નહીં આપવામાં આવે પ્રવેશઃ DGP
Tuesday 12 May 2020
Comment
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી જણાવ્યું હતું કે, આજે રેલ મંત્રાલય દ્વારા ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. આ માટે કેન્દ્ર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈન લોકો પાલન કરે તે જરૂરી છે. ટ્રેનની ટિકિટનું બુકિંગ ઓનલાઈન જ થાય છે. કાઉન્ટર પર ટિકિટ મળતી નથી. જેથી રેલ્વે સ્ટેશન પર ટિકિટ માટે જવું નહીં. અને ઓનલાઈન રેલ્વે ટિકિટ ઉપર જ મુસાફરોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર આવતાં દરેક વ્યક્તિએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરવો.
લોકડાઉનમાં વિદેશમાં ફસાયેલાં ભારતીયોને પરત લાવવાની શરૂઆત થયેલ છે. ગુજરાતમાં પણ ફ્લાઈટમાં પરત લાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ માટે સરકાર દ્વારા જરૂરી નિયમો જાહેર કરવામાં આવેલ છે. પરત આવેલાં લોકોને નિયત સમયમાં ક્વોરન્ટાઈન થવું પડશે. અને તે લોકોને ક્વોરન્ટાઈન સેન્ટર આપવામાં આવેલ છે. અને પોલીસ દ્વારા તેમના પર વોચ રાખવામાં આવશે. અને જો કોઈ વ્યક્તિ ક્વોરન્ટાઈનનો ભંગ કરશે તો તેવા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. અને લોકોને પણ અપીલ છે કે, વિદેશથી પરત આવેલ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન સમય પહેલાં મળે નહીં.
આવશ્યક ચીજ વસ્તુઓની આડમાં પ્રતિબંધિત વસ્તુઓનાં વેચાણનાં બનાવો પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યા છે. અમદાવાદના સોલામાં દૂધ પાર્લરની આડમાં પાન મસાલાના વેચાણનો ગુનો, રાજકોટમાં શાકભાજીના વાહનનો ઉપયોગ કરી તમાકુની હેરફેર મામલે ગુનો નોંધાયો છે. તો તાપીમાં સોનગઢ ચેકપોસ્ટ પર દારૂ લાવવામાં આવી રહ્યો હતો.
0 Response to "રેલ ટિકિટ લેવા રેલ્વે સ્ટેશન પર ન આવવું, ઓનલાઈન ટિકિટ વગર નહીં આપવામાં આવે પ્રવેશઃ DGP"
Post a Comment