કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા અને એસટી બસ સેવા શરૂ કરાશે

કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા અને એસટી બસ સેવા શરૂ કરાશે

  • કોરોનાના 11,388 કેસમાંથી 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં
  • દુકાનો ઓડ અને ઇવન નંબરને ધ્યાનમાં રાખીને ખોલવામાં આવશે. એક દુકાન પર એક સમયે પાંચથી વધુ ગ્રાહકો ન રહેવા જોઇએ.
  • કન્ટેઇન્મેન્ટના લોકોને બહાર અવર-જવર કરવા દેવામાં આવશે નહીં.
  • સમગ્ર ગુજરાતમાં બસ સેવા શરૂ કરવામાં આવશે, પણ બસોને અમદાવાદમાં આવવા દેવામાં આવશે નહીં
  • અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસો બંધ રહેશે
અમદાવાદ. ગાંધીનગર શહેરમાં 8 પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં સેક્ટર 24મા 4 કેસ પોઝિટિવ, સેક્ટર 13મા એક કેસ (શાકભાજી વેપારી), સેક્ટર 27મા એક કેસ પોઝિટિવ,સેક્ટર 4સીમા એક કેસ પોઝિટિવ, સેક્ટર 23મા એક કેસ પોઝિટિવ નોંધાયો છે.ભાવનગરમાં પણ બે પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં  અત્યાર સુધીમાં 11,390 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. સચિવો સાથેની મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. હવે ફરીથી કલેક્ટર અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે. ત્યારબાદ 7થી 9 વાગ્યાની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ફેસબુક લાઈવ કરવામાં આવશે. પાનના ગલ્લા ખોલવા અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે.


મુખ્યમંત્રીનું સંબોધન
>> અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે
>> નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે
>> અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે
>> સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે
>> 33 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે
>> 54 દિવસથી ગુજરાતની જનતા એક થઇને કોરોના સામે લડી રહ્યાં છે
>> અત્યારસુધી લોકડાઉનમાં જનતાએ સહકાર આપ્યો
>> દરેક વ્યક્તિએ બીજાનો વિચાર કરીને સાથ આપ્યો
>> અધિકારીઓ, કર્મચારીઓએ સારી કામગીરી કરી
>> કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં
>> સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
>> બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.
>> અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
>> લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી
>> હીરના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે



રાજ્યમાં સતત 19માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ  કેસ
તારીખ
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 350થી વધુ કેસ
ગુજરાતમાં કોરોના કહેર સતત વર્સી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 350થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે કુલ 391 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને 34 દર્દીના મોત થયા છે. જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કુલ 11,380 દર્દી, 659ના મોત અને 4,499 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર
પોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ84205242660
વડોદરા66032388
સુરત 109451708
રાજકોટ790252
ભાવનગર 1080874
આણંદ830874
ભરૂચ320225
ગાંધીનગર1680666
પાટણ420222
નર્મદા 130012
પંચમહાલ  710649
બનાસકાંઠા830467
છોટાઉદેપુર210014
કચ્છ 280106
મહેસાણા750340
બોટાદ560149
પોરબંદર050003
દાહોદ 240016
ખેડા460122
ગીર-સોમનાથ250003
જામનગર 350209
મોરબી 02 0001
સાબરકાંઠા380211
મહીસાગર480138
અરવલ્લી780269
તાપી 020002
વલસાડ 0901 04
નવસારી 080008
ડાંગ 020002
દેવભૂમિ દ્વારકા120002
સુરેન્દ્રનગર0400 01
જૂનાગઢ060002
અમરેલી020000
અન્ય રાજ્ય010000
કુલ 11,3806594499

0 Response to " કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા અને એસટી બસ સેવા શરૂ કરાશે"

Post a Comment

Native Banner