લોકડાઉનના ત્રણ તબક્કા / કોરોના સામેના જંગમાં ગુજરાતની સ્થિતિ, લોકડાઉનના 54 દિવસમાં દરરોજ સરેરાશ 210 કેસ અને 12 મોત

લોકડાઉનના ત્રણ તબક્કા / કોરોના સામેના જંગમાં ગુજરાતની સ્થિતિ, લોકડાઉનના 54 દિવસમાં દરરોજ સરેરાશ 210 કેસ અને 12 મોત

Gujarat's position in the fight against Corona, an average of 210 cases and 12 deaths per day in 54 days of lockdown

  • લોકડાઉનના ત્રણેય તબક્કા દરમિયાન રાજ્યમાં 11345 દર્દી, 658 મોત નોઁધાયા
  • પ્રથમ લોકડાઉન(25 માર્ચથી 14 એપ્રિલ એટલે કે 21 દિવસ)માં 615 કેસ અને 27 મોત
  • બીજા લોકડાઉન(15 એપ્રિલથી 3 મે સુધી 19 દિવસ)માં 4778 કેસ અને 262 મોત
  • ત્રીજા લોકડાઉન(4 મેથી 17 મે સુધી એટલે કે 14 દિવસ)માં 5952 કેસ અને 369 મોત
  • કુલ મોતમાંથી 378 દર્દી એવા છે જેમની ઉંમર 51થી 70 વર્ષ 
અમદાવાદ. આજથી વડાપ્રધાન દ્વારા લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ તબક્કો 18 મેથી 31 સુધી એટલે કે 14 દિવસનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમવાર 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. લોકડાઉનનો પહેલો તબક્કો 25 માર્ચથી 14 એપ્રિલ એટલે કે 21 દિવસનો,બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે સુધી 19 દિવસનો અને ત્રીજો તબક્કો 4 મેથી 17 મે સુધી એટલે કે 14 દિવસનો હતો. વડાપ્રધાનને આશા હતી કે લોકડાઉનનો સમયગાળો ક્રમશઃ વધારવાથી કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થશે પરંતુ તેથી વિપરિત લોકડાઉન દરમિયાન દેશભરમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો લોકડાઉન પહેલા રાજ્યમાં 35 કેસ અને 1 મોત નોંધાયું હતું. જોકે લોકડાઉનના ત્રણેય તબક્કા દરમિયાન રાજ્યમાં 11345 દર્દી, 658 મોત નોઁધાયા છે. 
99.6 ટકા કેસ અને 99.8 ટકા મોત લોકડાઉન દરમિયાન
આરોગ્ય વિભાગ દ્વારા તબક્કાવાર બહાર પાડવામાં આવેલી માહિતીના આધારે રાજ્યમાં 19 માર્ચથી 17 મે સુધી કુલ 11380 કેસ અને 659 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી પ્રથમ લોકડાઉનમાં 615 કેસ અને 27 મોત, બીજા લોકડાઉનમાં 4778 કેસ અને 262 મોત તથા ત્રીજા લોકડાઉનમાં 5952 કેસ અને 369 મોત નોંધાયા છે. આમ લોકડાઉનના ત્રણેય તબક્કામાં કેસમાં ઉત્તરોત્તર વધારો થયો છે. 11345 દર્દી સાથે 99.6 ટકા કેસ અને 658 મૃત્યુઆંક સાથે 99.8 ટકા મોત ત્રણેય લોકડાઉન દરમિયાન નોંધાયા છે. જેમાંથી પહેલા લોકડાઉનમાં 6 ટકા કેસ અને 4 ટકા મોત, બીજા લોકડાઉનમાં 43 ટકા કેસ અને 42 ટકા મોત, ત્રીજા લોકડાઉનમાં 51 ટકા કેસ અને 54 ટકા મોત નોંધાયા છે.
મોતને ભેટેલા 66 ટકા દર્દીઓ અન્ય બીમારી ધરાવતા હતા
લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન 25 માર્ચથી 17 મે સુધી ગુજરાતમાં કુલ 658 દર્દીઓના મોત નીપજ્યાં છે. જેમાંથી 431 દર્દીઓ એવા છે જેમના મોત કોરોના ઉપરાંત અન્ય બીમારીઓ જેમકે હૃદય રોગ, હાયપર ટેન્શન, ડાયાબિટીસ સહિતની બીમારીઓ ધરાવતા દર્દી હતા. જ્યારે 227 મોત એવા છે જે માત્રને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. એટલે કે 66 ટકા કોરોના ઉપરાંત અન્ય બીમારી અને 34 ટકા માત્રને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. 
કુલ મોતના 58 ટકા દર્દીઓની ઉંમર 51થી 70 વર્ષની
લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન 25 માર્ચથી 17 મે સુધી ગુજરાતમાં થયેલા કુલ 658 મોતમાં 14 માસ અને 11 માસના બાળકોના પણ મોત નીપજ્યાં છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓને ઉંમર પ્રમાણે જોઇએ તો સૌથી વધુ મોત 51થી 70 વર્ષની વયના દર્દીઓના થયા છે. કુલ મોતમાંથી 378 દર્દી એવા છે જેમની ઉંમર 51થી 70 વર્ષ છે. એટલે કે કુલ મોતના 58 ટકા દર્દીઓની ઉંમર 51થી 70 વર્ષની છે. જ્યારે 71થી 80 વર્ષના 100 (15 ટકા) અને 41થી 50 વર્ષના 93(14 ટકા) દર્દી છે. જ્યારે 14 ટકા દર્દીઓની ઉંમર 1 વર્ષથી 40 વર્ષ અને 81થી 90 વર્ષના છે.

0 Response to "લોકડાઉનના ત્રણ તબક્કા / કોરોના સામેના જંગમાં ગુજરાતની સ્થિતિ, લોકડાઉનના 54 દિવસમાં દરરોજ સરેરાશ 210 કેસ અને 12 મોત"

Post a Comment

Native Banner