સોનિયા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, પૂછ્યું- લૉકડાઉન 3.0 બાદ શું?

સોનિયા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, પૂછ્યું- લૉકડાઉન 3.0 બાદ શું?


નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની ચેન તોડવા માટે ગત 25 માર્ચથી લૉકડાઉન લાગુ છે. લૉકડાઉન (Lockdown)નું ત્રીજું ચરણ 4 મેથી શરૂ થયું છે જે 17 મેના રોજ ખતમ થશે. લૉકડાઉનની અસર હવે ગરીબ, ખેડૂત અને નાના વેપારીઓ પર જોવા મળી રહી છે. દેશમાં લૉકડાઉનના ત્રીજા ચરણની વચ્ચે કૉંગ્રસ (Congress)ની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કૉંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક કરી. બેઠક દ્વારા કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મોદી સરકાર (Modi Government) પર જોરદાર નિશાન સાધ્યું.

સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરતાં પૂછ્યું કે 17 મે બાદ શું? સોનિયા ગાંધીએ પૂછ્યું કે 17 મે બાદ લૉકડાઉનને લઈ સરકારની આગળની શું રણનીતિ છે? બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે, જ્યાં સુધી વ્યાપક પ્રોત્સાહન પેકેજ નથી આપવામાં આવતું ત્યાં સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલશે? બેઠકમાં ગહલોતે જણાવ્યું કે જ્યારથી લૉકડાઉન લાગુ છે ત્યારથી અમે 10 હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ ગુમાવ્યું છે. ગહલોતે આરોપ લગાવ્યો કે તેઓએ રાજ્યોને પેકેજ માટે વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો પરંતુ તેઓએ અમારી વાત પર ગંભીરતા ન દર્શાવી.

લૉકડાઉનમાં વિદેશમાં ફસાયેલા લોકોને ભારત આવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે? અહીં જાણો તમામ વિગત બેઠકમાં ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સોનિયા ગાંધી તરફથી મોદી સરકારને પૂછવામાં આવેલા સવાલોનું સમર્થન કર્યું. તેઓએ કહ્યું કે અમે તમામ લોકો જાણવા માંગીએ છીએ કે સરકારની પાસે લૉકડાઉન 3.0ની આગળ શું પ્લાન છે. રાજ્યોના મુખ્યમંત્રીઓને લૉકડાઉનના ત્રીજા ચરણ બાદની રણનીતિ વિશે પણ જાણ હોવી જોઈએ.

0 Response to "સોનિયા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, પૂછ્યું- લૉકડાઉન 3.0 બાદ શું?"

Post a Comment

Native Banner