લૉકડાઉનમાં વિદેશમાં ફસાયેલા લોકોને ભારત આવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે? અહીં જાણો તમામ વિગત
Wednesday 6 May 2020
Comment
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લાગુ લૉકડાઉનનો આજે 43મો દિવસ છે. લૉકડાઉન (Lockdown 3.0)માં અનેક દેશોમાં ભારતીયો પણ ફસાઈ ગયા છે. તેમને પરત લાવવા માટે મોદી સરકાર દ્વારા ગુરુવારથી 'વંદે ભારત મિશન' (Vande Bharat Mission) શરૂ કરવામાં આવી રહ્યું છે. તે હેઠળ લગભગ 15,000 ભારતીયોને અનેક ચરણમાં વિદેશથી ભારત લાવવામાં આવશે, પરંતુ તેમણે આ મુસાફરીનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે.
વિદેશથી ભારતીયોને પરત લાવવા માટે 7 મેથી 13 મે સુધી સ્પેશલ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. તે હેઠળ સંયુકત અરબ અમીરાત માટે 10, અમેરિકા અને બ્રિટન માટે 7-7, સઉદી અરેબિયા માટે 5, સિંગાપુર માટે 5 અને કતર માટે 2 ફ્લાઇટ મોકલવામાં આવશે. ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આ પ્રકારે મલેશિયા એન બાંગ્લાદેશ માટે 7-7-7, કુવૈત અને ફિલિપાઇન્સ માટે 5-5 અને ઓમાન, બહરીન માટે 2-2 ફ્લાઇટ મોકલવામાં આવશે.
આવો જાણીએ કે વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશ પરત ફરવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે... >> જો તમે યૂકે અને યૂએસથી દિલ્હી આવી રહ્યો છો તો તમારે 50,000થી 1,00,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.
સ્ત્રોતઃ વિદેશ મંત્રાલય
>> જો તમે ઢાકા (બાંગ્લાદેશ)થી નવી દિલ્હી આવવા માંગો છો તો તેના માટે 12,000 રૂપિયા ચૂકવવા પડશે.
>> સિંગાપુરથી દિલ્હી અને મુંબઈ યાત્રા કરનારા મુસાફરોને 20,000 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, સિંગાપુરથી બેંગલુરુ આવનારા મુસાફરોને 18,000 રૂપિયા ભાડું આપવું પડશે.
>> સિંગાપુરથી દિલ્હી અને મુંબઈ યાત્રા કરનારા મુસાફરોને 20,000 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, સિંગાપુરથી બેંગલુરુ આવનારા મુસાફરોને 18,000 રૂપિયા ભાડું આપવું પડશે.
સ્ત્રોતઃ વિદેશ મંત્રાલય
એમ્બેસી યાદી તૈયાર કરી રહી છે
વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિભિન્ન દેશો ખાતેની એમ્બસી યાદી તૈયાર કરી રહી છે. ફ્લાઇટમાં સવાર થતાં પહેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને બીમારીના લક્ષણ ન મળે તો જ મંજૂરી આપવામાં આવશે. દરેક મુસાફરને સ્વાસ્થ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી જાહેર ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય
ભારત પરત આવનારા મુસાફરોને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમનું મેડિકલ ચેક-અપ થશે, ત્યારબાદ તેમને 14 દિવસ સુધી કૉરન્ટીન રહેવું પડશે. રાજય સરકારોને આ મુસાફરો માટે ટ્રાન્સપોર્ટ સુવિધાની સાથે જ ટેસ્ટિંગ અને આઇસોલેશનમાં રાખવાની તૈયારી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

0 Response to "લૉકડાઉનમાં વિદેશમાં ફસાયેલા લોકોને ભારત આવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે? અહીં જાણો તમામ વિગત"
Post a Comment