દેશનું નામ ઇન્ડિયાથી ભારત કરવા માટે અરજી, 2 જૂને ચીફ જસ્ટિસની બેન્ચ સુનાવણી કરશે

દેશનું નામ ઇન્ડિયાથી ભારત કરવા માટે અરજી, 2 જૂને ચીફ જસ્ટિસની બેન્ચ સુનાવણી કરશે

An application to change the name of the country from India to India will be heard by a bench of the Chief Justice on June 2

  • દિલ્હીના અરજદારે દેશના નામથી સંબંધિત અનુચ્છેદ 1મા બદલાવનો નિર્દેશ કરવાની માંગણી કરી છે
  • શુક્રવારે CJIની બેન્ચમાં સુનાવણી થવાની હતી પરંતુ ચીફ જસ્ટિસ ઉપસ્થિત ન હોવાથી સુનાવણી ઠેલાઇ
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ 2 જૂનના બંધારણીય રીતે દેશના અંગ્રેજી નામ ઇન્ડિયાને ભારતમાં બદલવા અંગેની અરજી પર સુનાવણી કરશે. આ સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે. આ મામલે શુક્રવારે સુનાવણી થવાની હતી પરંતુ CJI(ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) હાજર ન હોવાના કારણે તેને આગળ વધારવામા આવી છે. 
અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરવામા આવી છે કે તે સરકારને અનુચ્છેદ 1મા બદલાવ કરવાનો નિર્દેશ કરે. તેમાં દેશના નામનો ઉલ્લેખ છે. દિલ્હીમાં રહેતા અરજદારે તેને ઇન્ડિયાથી બદલીને ભારત/હિન્દુસ્તાન કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આવુ કરવાથી આપણને તાનાશાહી ભૂતકાળથી છૂટકારો મળશે અને સ્વતંત્રતા આંદોલનમાં સેનાનીઓનું બલિદાન સાર્થક થઇ શકશે. 
અરજીમાં બંધારણસભાની ચર્ચાનો પણ ઉલ્લેખ
અરજીમાં અનુચ્છેદ 1મા સામેલ જોગવાઇઓને લઇને 1948માં થયેલી બંધારણસભાની ચર્ચાનો પણ ઉલ્લેખ છે. અરજીમાં કહ્યું છે કે બંધારણસભામાં દેશનું નામ ભારત અથવા હિન્દુસ્તાન કરવાના પક્ષમાં મજબૂત લહેર હતી. હવે સમય છે કે દેશને તેની સાચી ઓળખથી જોવામા આવે. આ એવો સમય છે જ્યારે આપણે આપણા શહેરોને પણ પ્રાચીન નામ આપી રહ્યા છીએ. 

0 Response to "દેશનું નામ ઇન્ડિયાથી ભારત કરવા માટે અરજી, 2 જૂને ચીફ જસ્ટિસની બેન્ચ સુનાવણી કરશે"

Post a Comment

Native Banner