ગુજરાતમાં હવે ‘હિકા’ વાવાઝોડાનો ખતરો, જાણો 120 કિ.મીની ઝડપે રાજ્યના કયા કયા વિસ્તારોને ઘમરોળશે

ગુજરાતમાં હવે ‘હિકા’ વાવાઝોડાનો ખતરો, જાણો 120 કિ.મીની ઝડપે રાજ્યના કયા કયા વિસ્તારોને ઘમરોળશે

ગુજરાત હાલ કોરોનાના કારણે ઘોર સંકટમાં છે, તો બીજી બાજુ એક મોટા વાવાઝોડાનો ખતરો માથે આવીને ઉભો છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશન દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે મુંબઈમાં પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 2થી 4 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે. ત્યારે હાલ ગુજરાતને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના માથે હવે ‘હિકા’ વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે.


ગુજરાતમાં ‘હિકા’ વાવાઝોડાનું સંક તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ રાજ્યના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળીને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે દ્વારકાના ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લઈને સિગ્નલ લગાવાયું છે. જે 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દીધી છે.

windy સાઈટ પર જે તારીખ સિલેક્ટ કરશો તે દિવસ નું સ્ટેટ્સ બતાવશે

👉click here 👈


અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા અને અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લીધે રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ આજથી જોવા મળી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, દાહોદમાં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું હતું, તો બીજી બાજુ રાજ્યના અનેક તાલુકામાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. જેના કારણે ગરમીમાંથી શહેરી જનોને આશંકિ રાહત મળી રહેશે. આવનારા 4 દિવસમાં વાતાવરણમાં પલટો રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો,દેશનું નામ ઇન્ડિયાથી ભારત કરવા માટે અરજી, 2 જૂને ચીફ જસ્ટિસની બેન્ચ સુનાવણી કરશે

0 Response to "ગુજરાતમાં હવે ‘હિકા’ વાવાઝોડાનો ખતરો, જાણો 120 કિ.મીની ઝડપે રાજ્યના કયા કયા વિસ્તારોને ઘમરોળશે"

Post a Comment

Native Banner