1,67,442 કેસ, મૃત્યુઆંક-4,797ઃ પશ્વિમ બંગાળમાં 1 જૂનથી ધાર્મિક સ્થળ ખૂલશે, 10થી વધારે લોકોને ભેગા થવાની મંજૂરી નહીં અપાય
Friday 29 May 2020
Comment
- 24 કલાકમાં કોરોનાના 1106 કેસ,યુપીમાં લોકડાઉન પછી 27 લાખ પ્રવાસી મજૂર પાછા આવ્યા
- ભારત સંક્રમણના કેસમાં એશિયામાં પહેલા અને દુનિયામાં 9માં સ્થાને
- દેશમાં 24 કલાકમાં 7258 દર્દીમાં વધ્યા, 4711 મોત થયા,મહારાષ્ટ્રમાં જ 1981 મોત થયા
- દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 1024 સંક્રમિત મળ્યા, 13ની મોત થયા, 231 સાજા થયા
નવી દિલ્હી. દેશભરમાં 1,67,442લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 70,920 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 4,797 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ 59,546 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અને 1,982 લોકોના મોત થયા છે. બીજા નંબરે તમિલનાડુમાં 19,372 સંક્રમિત થયા છે અને 148 લોકોએ જીવ ગુમાવ્યા છે.
શુક્રવારે રાજસ્થાનમાં 91, હિમાચલ પ્રદેશમાં 9 અને ઓરિસ્સામાં 7 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત 341 દર્દીઓ વધ્યા છે, પરંતુ આ દર્દી કયા રાજ્યાના છે તેની પુષ્ટી થઈ નથી. આ આંકડા Covid19.Orgના આધારે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 1 લાખ 65 હજાર 799 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 89 હજાર 987 લોકોની સારવાર ચાલી રહી છે. 71 હજાર 105 સાજા થઈ ચુક્યા છે અને 4706 લોકોના મોત થયા છે.
અપડેટ્સ
- પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 1 જૂનથી મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા ખૂલશે, પણ 10થી વધારે લોકોને ભેગા થવાની મંજૂરી નહી મળે ધાર્મિક સ્થળો પર સભાઓ પણ નહીં કરી શકે
- દિલ્હીમાં આજે 1106 સંક્રમિત વધ્યા છે. એક દિવસમાં સંક્રમિતોનો આ સૌથી મોટો આંકડો છે
- મહારાષ્ટ્રના સતારા જિલ્લા હોસ્પિટલ તપાસ માટે ટ્રુનેટ ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. ટ્રુનેટ ટીબીની તપસમાં ઉપયોગમાં લેવાતી ટેકનીત છે. જેનાથી એક કલાકમાં રિઝલ્ટ આવી જાય છે. કોરોનાના ટેસ્ટનું રિઝલ્ટ પણ એકથી બે કલાક વચ્ચે મળી જશે. આ ટેકનીકને ગોવાના મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ દ્વારા તૈયાર કરાઈ છે.
- મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 22 પોલીસકર્મીઓના મોત થયા છે. 24 કલાકમાં 130થી વધારે પોલીસકર્મી સંક્રમિત મળી આવ્યા છે. કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2,095 થઈ ગઈ છે.
- મધ્યપ્રદેશના સતનામાં ગુરુવારે મહારાષ્ટ્રથી બિહાર જઈ રહેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને સતના રેલવે અને સ્વાસ્થ્યકર્મીઓને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
- રેલવે મંત્રાલયે અપીલ કરી છે કે ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધ જરૂર હોય તો જ મુસાફરી કરો. મંત્રાલયે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનો હવાલો આપતા કહ્યું કે, આવા લોકોનો કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ વધારે છે.
- રાજ્યસભા સચિવાલયના એક અધિકારીમાં પણ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ સંસદ ભવનના ઉપભવનના 2 ફ્લોર અને રાજ્યસભા સચિવાલયને સેનેટાઈઝ કરીને સીલ કરી દેવાયા છે.
- દર્દીઓના કેસમાં ભારત દુનિયાના 9માં નંબરે પહોંચી ગયું છે. અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં સૌથી વધારે સંક્રમિત ભારતમાં છે.
- તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન વધારવા અંગે વાતચીત કરી હતી. તેમણે 31 મેના રોજ દેશબંધીનો ચોથો તબક્કો ખતમ થયા પહેલા રાજ્યો પાસે સૂચનો માંગ્યા છે.
કોરોના વાઈરસના 10 સૌથી વધારે પ્રભાવિત દેશ
દેશ | કેટલા સંક્રમિત | કેટલા મોત | કેટલા સાજા થયા |
અમેરિકા | 17,68,461 | 1,03,330 | 4,98,725 |
બ્રાઝિલ | 4,38,812 | 26,764 | 1,93,181 |
રશિયા | 3,79,051 | 4,142 | 1,50,993 |
સ્પેન | 2,84,986 | 27,119 | 1,96,958 |
બ્રિટન | 2,69,127 | 37,837 | ઉપલબ્ધ નથી |
ઈટલી | 2,31,732 | 33,142 | 1,50,604 |
ફ્રાન્સ | 1,82,913 | 28,596 | 66,584 |
જર્મની | 1,82,313 | 8,555 | 1,63,200 |
તુર્કી | 1,60,979 | 4,461 | 1,24,369 |
ભારત | 1,65,348 | 4,710 | 70,786 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ગુરુવારે 192 નવા કેસ અને 8 લોકોના મોત થયા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 7453 થઈ ગઈ છે. રાજ્યમાં 52માંથી 51 જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયું છે. કટનીમાં 9 વર્ષની બાળકી સંક્રમિત મળી આવી છે. આ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ છે. હવે નિવાડી જિલ્લો સંક્રમણથી બચ્યો છે.
મધ્યપ્રદેશઃ ગુરુવારે 192 નવા કેસ અને 8 લોકોના મોત થયા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 7453 થઈ ગઈ છે. રાજ્યમાં 52માંથી 51 જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયું છે. કટનીમાં 9 વર્ષની બાળકી સંક્રમિત મળી આવી છે. આ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ છે. હવે નિવાડી જિલ્લો સંક્રમણથી બચ્યો છે.
ઈન્દોરના અરવિંદો હોસ્પિટલથી ગુરુવારે મુક્ત 110 લોકોને એક સાથે રજા આપવામાં આવી
મહારાષ્ટ્રઃ ગુરુવારે સંક્રમણના 2598 નવા કેસ સામે આવ્યા હતા, 698 દર્દી સાજા થયા અને 85 મોત થયા છે. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 59 હજાર 546 થઈ ગયા છે. 18 હજાર 616 લોકો સાજા થયા છે, જ્યારે કુલ 1982 લોકોએ બિમારીથી જીવ ગુમાવ્યા છે.
આ પેઈન્ટિગ મુંબઈના ગુરકુલ આર્ટ શાળાના એક શિક્ષકે બનાવી છે. જેના દ્વારા તેમણે એવા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજિલ આપી છે, જેમણે કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યો અને પોતાના જીવ જોખમમાં નાંખી મહારાષ્ટ્રામાં રક્ષામાં લાગી ગયા છે.
ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં પ્રવાસીઓના કારણે ગામમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુરુવારે કોરોનાના 179 દર્દી મળ્યા અને 15 લોકોના મોત થયા હતા.
રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે સંક્રમણના 251 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઝાલાવાડમાં 69, જોધપુરમાં 64, પાલીમાં 32, ભરતપુરમાં 12, કોટામાં 9 અને જયપુરમાં 7 દર્દી મળ્યા હતા. 253 સંક્રમિત સાજા થયા હતા અને 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 33 જિલ્લામાં સુધી પહોંચી ગયો છે. બૂંદી જિલ્લામાં બુધવારે રાતે પહેલી સંક્રમિત દર્દી મળી હતી.
બિહારઃ રાજ્યમાં ગુરુવારે 149 દર્દીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી ગયામાં 12, નવાદામાં 10, પૂર્ણિયામાં 08, સીવાન, ભાગલપુર અને ખગડિયામાં 5-5, સુપોલમાં 03, ગોપાલગંજમાં 2, જ્યારે ઔરંગાબાદ અને બેગૂસરાયમાં 1-1 દર્દી મળ્યા છે.
0 Response to "1,67,442 કેસ, મૃત્યુઆંક-4,797ઃ પશ્વિમ બંગાળમાં 1 જૂનથી ધાર્મિક સ્થળ ખૂલશે, 10થી વધારે લોકોને ભેગા થવાની મંજૂરી નહીં અપાય"
Post a Comment