હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન / 10 દિવસથી તાવ ન આવે તો 17 દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકાશે, દર 8 કલાકે માસ્ક બદલવું પડશે

હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન / 10 દિવસથી તાવ ન આવે તો 17 દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકાશે, દર 8 કલાકે માસ્ક બદલવું પડશે

If there is no fever for 10 days, isolation can be ended after 17 days, mask has to be changed every 8 hours.


    If there is no fever for 10 days, isolation can be ended after 17 days, mask has to be changed every 8 hours.
  • હોમ આઈસોલેશનની ગાઈડલાઈન ફોલો કરવાની અંડરટેકિંગ પણ આપવી પડે છેનવી દિલ્હી. નવી દિલ્હી. 

  • સ્વાસ્થય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પોમેટિક દર્દીઓ માટે હોઈ આઈસોલેશનની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકે છે. પ્રી-સિમ્પટોમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી 17 દિવસ ગણવામાં આવશે. બંને કેસમાં એવી શરત રાખવામાં આવશે કે 10 દિવસથી તાવ ન આવ્યો હોય.
    સ્વાસ્થય મંત્રાલયે હોમ આઈસોલેશન વાળા દર્દીઓ અને તેમની સારવાર કરતાં લોકો માટે પણ નિર્દેશ જાહેર કર્યા છે. બંનએ ત્રિપલ લેયર માસ્ક પહેરવું જરૂરી છે.
    દર્દીઓ માટેના 10 નિર્દેશ
    1) દરકે સમયે ત્રિપલ લેયર વાળુ મેડિકલ માસ્ક પહેરવું પડશે. દર 8 કલાકે તેને બદલવું પડશે. જો માસ્ક ભીનુ અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલવું પડશે.
    2) માસ્કનો ઉપયોગ કર્યા પછી તેને જિસ્કાર્ડ કરતાં પહેલાં 1 ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈડથી ડિસઈન્ફેક્ટેડ કરવું પડશે.
    3) દર્દીએ તેના રૂમમાં જ રહેવું પડશે, ઘરના અન્ય સભ્યોના સંપર્કમાં આવવાનું નથી.
    4) દર્દીએ સતત આરામ કરવો જોઈએ અને બહુ જ વધારે પાણી અથવા પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ.
    5) શ્વાસની સ્થિતિ પર નજર રાખવા માટે જે આદેશ આપવામાં આવ્યા હશે તે માનવા પડશે.
    6) સાબુ-પાણી અથવા આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ સાફ કરતા રહેવું જોઈએ.
    7) પર્સનલ વસ્તુઓ બીજા સાથે શેર ન કરવી.
    8) રૂમમાં જે વસ્તુઓને વારંવાર અડવું પડે એવું હોય જેમકે ટેબલટોપ, દરવાજાની સ્ટોપર, હેન્ડલ તેને 1 ટકા હાઈપો-ક્લોરાઈડ સોલ્યુશનથી સાફ કરવી જોઈએ.
    9) દર્દીએ ડોક્ટરના આદેશ અને દવાઓ સાથે જોડાયેલી સલાહ માનવી પડશે.
    10) દર્દી પોતાની સ્થિતિને જાતે મોનિટર કરશે. રોજ શરીરનું તાપમાન માનશે, જો સ્થિતિ ખરાબ થતી લાગે તો તુરંત જાણ કરવી પડશે.
    દર્દીની સારવાર રાખનાર વ્યક્તિ માટેની ગાઈડલાઈન
    • દર્દીના રૂમમાં જતી વખતે ત્રિપલ લેયરવાળું મેડિકલ માસ્ક પહેરવું પડશે. માસ્કનો ઉપયોગ કરતી વખતે તેની બહારના હિસ્સાને ન અડવું. જો માસ્ક ભીનું અથવા ગંદુ થઈ જાય તો તેને તુરંત બદલી દેવું જોઈએ. ઉપયોગ કર્યા પછી માસ્કને ડિસ્કાર્ડ કરવું અથવા હાથને સારી રીતે સાફ કરવા.
    • સારવાર કરનાર વ્યક્તિએ તેના ચહેરા, નાક અથવા મોઢાને ન અડવું જોઈએ.
    • દર્દી અથવા તેના રૂમના સંપર્કમાં આવ્યા પછી હાથ સારી રીતે ધોવા જોઈએ.
    • જમવાનું બનાવતા પહેલા અને પછી, જમતા પહેલાં, ટોયલેટ ગયા પછી અને તે સિવાય પણ હાથ જ્યારે ગંદા લાગે ત્યારે ધોવા જોઈએ. હાથને સાબુ અને પાણીથી સતત 40 સેકન્ડ સુધી ધોવા. હાથમાં ધૂળ ન લાગી હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરી શકાય છે.
    • સાબુ-પાણીથી હાથ ધોયા પછી તેને ડિસ્પોઝેબલ પેપર નેપકીનથી લુછવા જોઈએ. પેપર નેપકીન ન હોય તો ચોખ્ખા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. 


0 Response to "હોમ આઈસોલેશનની નવી ગાઈડલાઈન / 10 દિવસથી તાવ ન આવે તો 17 દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકાશે, દર 8 કલાકે માસ્ક બદલવું પડશે"

Post a Comment

Native Banner