SBIની આ સ્કીમ હેઠળ ખરીદો તમારા સપનાની કાર, મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ

SBIની આ સ્કીમ હેઠળ ખરીદો તમારા સપનાની કાર, મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ

જો તમે કાર લેવાનું વિચારી રહ્યા છો અને એસયૂવી લેવાનો પ્લાન છે તો ભારતીય સ્ટેટ બેંક તમારા માટે આકર્ષક ઓફર લઇને આવી છે. તમે ફોર્ડની SUV લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એસબીઆઇની આ ઓફર તમારા માટે કામની છે. આ ગાડી ખરીદતાં ભારતીય સ્ટેટ બેંક તમને જ્યાં કાર લોનના વ્યાજ પર છૂટ આપે છે. તો બીજી તરફ આકર્ષક એસેસરીઝ પણ ફ્રી મળી રહી છે. આ ઓફરનો ફાયદો લેવા માટે તમારે SBIYONO દ્વારા કાર લોનની અરજી કરવી પડશે. 
SBIની આ સ્કીમ હેઠળ ખરીદો તમારા સપનાની કાર, મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: જો તમે કાર લેવાનું વિચારી રહ્યા છો અને એસયૂવી લેવાનો પ્લાન છે તો ભારતીય સ્ટેટ બેંક તમારા માટે આકર્ષક ઓફર લઇને આવી છે. તમે ફોર્ડની SUV લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એસબીઆઇની આ ઓફર તમારા માટે કામની છે. આ ગાડી ખરીદતાં ભારતીય સ્ટેટ બેંક તમને જ્યાં કાર લોનના વ્યાજ પર છૂટ આપે છે. તો બીજી તરફ આકર્ષક એસેસરીઝ પણ ફ્રી મળી રહી છે. આ ઓફરનો ફાયદો લેવા માટે તમારે SBIYONO દ્વારા કાર લોનની અરજી કરવી પડશે. 
ઓટો લોન પર મળી રહી છે વ્યાજમાં છૂટ
એસબીઆઇ આ લોન ઓફર હેઠળ જો તમે ફોર્ડની Endeavour SUV  લેવાનું વિચારી રહ્યા છો તો આ સ્કીમ હેઠળ ઓટો લોનની વ્યાજ દર 0.25 ટકાની છૂટ મળશે. તેના માટે જરૂરી છે કે તમે ઓટો લોન માટે SBIYONO દ્વારા અરજી કરી શકો છો. તો બીજી તર આ ઓફર હેઠળ તમને ગાડી ખરીદતાં 22113 રૂપિયા કિંમતની એસેસરીઝ ફ્રીમાં મળશે. 
ફોર્ડની ઇકો સ્પોર્ટ્સ એસયૂવી પર પણ ઓફર
જો તમે ફોર્ડની ઇકો સ્પોર્ટ્સ ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો પણ SBIYONO દ્વારા ઓટો લોનની અરજી કરીને 0.25 ટકાની છૂટ મળશે. તો બીજી તરફ આ ઓફર હેઠળ તમને ગાડી ખરીદવા પર 22113 રૂપિયાની કિંમતની એસેસરીઝ ફ્રીમાં મળશે. એસબીઆઇ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગાડી ખરીદતાં સેલ, ક્વોલિટી, ફીચર્સની બધી જવાબદારી કાર વેચી રહેલી કંપનીની રહેશે. 
ઘરે બેઠા પોતાના એટીએમને કરો મેનેજ
ભારતીય સ્ટેટ બેંકએ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા રજૂ કરી છે. આ સુવિધા હેઠળ એસબીઆઇના ગ્રાહક પોતાના એટીએમ કાર્ડના ઘણા ફીચર્સને બંધ અથવા ફરીથી શરૂ કરી શકો છો. આ સુવિધા માટે એસબીઆઇના ગ્રાહકોને બેંક જવાની પણ જરૂર નથી. તમારા ફોનમાં ઉપલબ્ધ SBI YONO એપની મદદથી તમે તમારા એટીએમ કાર્ડને મેનેજ કરી શકો છો.

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

0 Response to "SBIની આ સ્કીમ હેઠળ ખરીદો તમારા સપનાની કાર, મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ"

Post a Comment

Native Banner