મોદી સરકાર દેશભરમાં 15 જૂનથી ફરી સંપૂર્ણ લોકડાઉન લાદશે ? ટ્રેન-વિમાની સેવા બંધ કરાશે ? જાણો મોદી સરકારનો મોટો ખુલાસો

મોદી સરકાર દેશભરમાં 15 જૂનથી ફરી સંપૂર્ણ લોકડાઉન લાદશે ? ટ્રેન-વિમાની સેવા બંધ કરાશે ? જાણો મોદી સરકારનો મોટો ખુલાસો

આ વાત તદ્દન ખોટી છે અને આ મેસેજ ફેક ન્યૂઝ છે. મોદી સરકારની દેશમાં 15 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કોઈ યોજના જ નથી.

The Modi government will again impose a complete lockdown across the country from June 15

ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી એક વાર લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ મેસેજ પ્રમાણે મોદી સરકાર દેશભરમાં 15 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદી દેશે અને ટ્રેન તથા વિમાની સેવા પર પ્રતિબંધ આવી જાય તેવી સંભાવના છે. એક રાષ્ટ્રીય ટીવી ચેનલના લોગો સાથે ચેનલે સમાચાર પ્રસારિત કર્યા હોય એ રીતની તસવીર બનાવીને આ મેસેજ વાયરલ કરાઈ રહ્યા છે.



જો કે આ વાત તદ્દન ખોટી છે અને આ મેસેજ ફેક ન્યૂઝ છે. મોદી સરકારની દેશમાં 15 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કોઈ યોજના જ નથી. ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશ બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલી એક તસવીરમાં દાવો કરાયો છે કે, ગૃહ મંત્રાલય દ્વારા ટ્રેન અને બવાઈ યાત્રા પર પ્રતિબંધ સાથે 15 જૂનથી દેશમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. જો કે આ ન્યુઝ ફેક એટલે કે કોટી છે અને ફેક ન્યુઝ ફેલાવતા આવા ભ્રામક ફોટોથી લોકો સાવધાન રહે.


દિલ્હીમાં ફરી Lockdown? સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યું મહત્વનું નિવેદન


આ મેસેજ મોટા પ્રમાણમાં વાયરલ થતાં લોકોમાં ગભરાટનો માહોલ હરતો પણ ભારત સરકાર દ્વારા સ્પષ્ટતા કરીને લોકોનો ગભરાટ દૂર કરવામાં આવ્યો છે.

0 Response to "મોદી સરકાર દેશભરમાં 15 જૂનથી ફરી સંપૂર્ણ લોકડાઉન લાદશે ? ટ્રેન-વિમાની સેવા બંધ કરાશે ? જાણો મોદી સરકારનો મોટો ખુલાસો"

Post a Comment

Native Banner