દેશમાં કોરોનાના દર્દી તંદુરસ્ત થવાનો દર 48% થયો; એક મહિનામાં 21.41%નો સુધારો થયો

દેશમાં કોરોનાના દર્દી તંદુરસ્ત થવાનો દર 48% થયો; એક મહિનામાં 21.41%નો સુધારો થયો

આ તસવીર ઉત્તર પ્રદેશના કૌશાંબી રેલવે સ્ટેશન પર હેન્ડ સેનિટાઈઝ કરતા પ્રવાસીઓની છે. પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન અગાઉથી જ દોડી રહી હતી, 1લી જૂનથી રેગ્યુલર ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે
આ તસવીર ઉત્તર પ્રદેશના કૌશાંબી રેલવે સ્ટેશન પર હેન્ડ સેનિટાઈઝ કરતા પ્રવાસીઓની છે. પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન અગાઉથી જ દોડી રહી હતી, 1લી જૂનથી રેગ્યુલર ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે
  • સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં દરરોજ 1.20 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે
  • દેશમાં 3 મેના રોજ રિકવરી રેટ 26.59 ટકા હતો. એક મહિનામાં 21.41 ટકા વધારો થયો
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 95 હજાર 527 દર્દીને સારું થઈ ગયું છે. આ સાથે દેશમાં રિકવરી રેટ પણ નોંધપાત્ર પ્રમાણમાં સુધરીને 48 ટકા થયો છે. ભારતમાં મૃત્યુ દર 2.82 ટકા છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. આપણે જ્યારે પણ આ આંકડાની તુલના કરીએ છીએ ત્યારે દેશની વસ્તીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
અગ્રવાલે કહ્યું કે દરરોજ 1.20 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યારે તપાસ 476 સરકારી અને 205 પ્રાઈવેટ લેબોરેટરીમાં થઈ રહી છે. અમે રાજ્યોને પણ કહ્યું છે કે તેઓ કોરોનાના કેસની પણ તપાસ કરે. જો કોઈ રાજ્યને હંગામી કોવિડ-19 કેર સેન્ટરની જરૂર જણાય તો તેનું સેટ અપ ચોક્કસપણે તૈયાર કરે.
દેશમાં એક લાખ વસ્તી દીઠ મૃત્યુ પામનાર ફક્ત 0.41 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 14 દેશની વસ્તી એકલા ભારત જેટલી છે. તે દેશોમાં ભારતની તુલનામાં 55.2 ટકા વધારે મૃત્યુ થઈ રહ્યા છે. ભારતમાં એક લાખ વસ્તીમાં કોરોનાથી મૃત્યુ પામનારનો દર 0.41 ટકા છે. જ્યારે વિશ્વમાં આ દર 4.9 ટકા છે. ભારતમાં સંક્રમણથી જે લોકોના મોત થયા છે તેમાંથી 73 ટકા એવા છે જે અગાઉ ગંભીર બિમારી ધરાવતા હતા.
આ પણ વાંચો:

કોમનમેનને વધુ એક માર, આજથી મોંઘો થયો CNG, પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો

0 Response to "દેશમાં કોરોનાના દર્દી તંદુરસ્ત થવાનો દર 48% થયો; એક મહિનામાં 21.41%નો સુધારો થયો "

Post a Comment

Native Banner