આત્મનિર્ભર ભારત તરફ એક પગલું / પેરામિલિટરી ફોર્સે એક હજાર વિદેશી ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યા, તેની જગ્યાએ કેન્ટીનમાં સ્વદેશી સામાનનો ઉપયોગ થશે

આત્મનિર્ભર ભારત તરફ એક પગલું / પેરામિલિટરી ફોર્સે એક હજાર વિદેશી ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યા, તેની જગ્યાએ કેન્ટીનમાં સ્વદેશી સામાનનો ઉપયોગ થશે

ફાઇલ ફોટો

  • કેન્દ્રીય પોલીસ કણ્યાણ ભંડારે એક જૂનથી માત્ર સ્વેદેશી ઉત્પાદોનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે
  • વડાપ્રધાન મોદીની અપીલ પર ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કર્યો હતો, આર્મીમાં પણ વિદેશી સામાનનો ઉપયોગ ઓછો થઇ રહ્યો છે
નવી દિલ્હી. દેશની પેરામિલિટરી ફોર્સે આત્મનિર્ભર ભારત તરફ એક પગલું ભરવાનું શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં સુરક્ષાદળોએ એક હજાર વિદેશી ઉત્પાદોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારની સીએસડી કેન્ટીનમાં પણ હવે વિદેશી સામાનોનું વેચાણ નહીં થાય. પછી તે માઇક્રોવેવ હોય કે બૂટ, કપડા હોય કે ટૂથપેસ્ટ. ફોર્સે એક હજાર વિદેશી પ્રોડક્ટ્સ પર પાબંદી લગાવી છે. આ નવો નિયમ એક જૂનથી લાગૂ થઇ ગયો છે. 
મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો હતો
વડાપ્રધાન મોદીએ દેશને કરેલા સંબોધનમાં આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો હતો. દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે અને તેને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે તેમના હસ્તક આવનારા વિભાગો અને સુરક્ષાદળોમાં સ્વદેશી ઉત્પાદોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો હતો. આર્મી પણ આ રસ્તે જ છે. આર્મી પ્રમુખે તાજેતરમા  કહ્યું હતું કે તેઓ ઘણા વિદેશી ઉત્પાદોને સેનાથી બહાર કરી રહ્યા છે. 
પેરામિલિટરીએ આ ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યો
ફુટવિયર, સ્કેચર, રેડ બુલ ડ્રિંક, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કપડાં, ટૂથપેસ્ટ, હેવલ્સના પ્રોડક્ટ્સ, હોર્લિક્સ, શેમ્પુ, બેગ સહિત ઘણા વિદેશી ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે તેમના સ્થાને માત્ર સ્વદેશી ચીજો ઉપયોગમાં લેવામા આવશે. જવાનોને પણ અપીલ કરવામા આવી છે કે તેઓ વિદેશી સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરે.
10 લાખ જવાન, 50 લાખ પરિવારજનો પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે
પેરામિલિટરી ફોર્સમાં CRPF, BSF, ITBP, CISF, SSB, NSG,અસમ રાઇફલ્સના લગભગ 10 લાખથી વધુ જવાન છે. તેમના પરિવારના સભ્યોને જોડી દઇએ તો 50 લાખથી વધુ લોકો સેન્ટ્રલ પોલીસ કેન્ટીનમાંથી ખરીદી કરે છે. હવે આ લોકો સ્વદેશી ઉત્પાદોની ખરીદી કરશે. ગૃહ મંત્રાલયે તેના માટે ત્રણ કેટેગરી બનાવી છે.  તેમા સૌથી વધારે પ્રાથમિકતા એ પ્રોડક્ટ્સને આપવામા આવશે જે સંપૂર્ણપણે ભારતમા તૈયાર થયા છે અને ભારતીય કંપનીના છે. બીજી કેટેગરીમાં એ ઉત્પાદો સામેલ છે જેનો કાચો માલ આયાત કરવામા આવે છે પણ ઉત્પાદન ભારતમા થાય છે. આ બન્ને કેટેગરીમાં ઉત્પાદોના વેચાણની મંજૂરી છે. ત્રીજી કેટેગરીમાં સંપૂર્ણ વિદેશી ઉત્પાદો રાખવામા આવ્યા છે જેના પર પાબંદી લગાવવામા આવી છે. 

0 Response to "આત્મનિર્ભર ભારત તરફ એક પગલું / પેરામિલિટરી ફોર્સે એક હજાર વિદેશી ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યા, તેની જગ્યાએ કેન્ટીનમાં સ્વદેશી સામાનનો ઉપયોગ થશે"

Post a Comment

Native Banner