રાહતના સમાચાર: દેશમાં પહેલીવાર કોરોનાને માત આપનારાઓની સંખ્યા એક્ટિવ કેસ કરતા વધી
Tuesday 9 June 2020
Comment
દેશમાં કોરોના (Corona Virus) સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 50 ટકાથી વધુ છે. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 7745 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 276583 કેસ નોંધાયેલા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 50 ટકાથી વધુ છે. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 7745 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 276583 કેસ નોંધાયેલા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે 9 વાગે અપાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ દેશમાં કોરોનાના 133632 એક્ટિવ કેસ છે જ્યારે 135206 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસની સરખામણીએ 50 ટકા વધુ છે. આ બાજુ નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9985 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 279 લોકોના છેલ્લા 24 કલાકમાં કોવિડ 19થી મૃત્યુ થયા છે. રિકવરી રેટ 48.88 ટકા છે.
આઈસીએમઆર તરફથી સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યા રોજ વધારવામાં આવી રહી છે. દેશમાં ખાનગી અને સરકારી બંને લેબ કોરોના ટેસ્ટની તપાસ કરી રહી છે. આઈસીએમઆરના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં 5061332 સેમ્પલ ટેસ્ટ થયા છે. ગઈ કાલે 24 કલાકની અંદર દેશમાં કોરોનાની તપાસ માટે 145216 સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં.
કોરોના સંક્રમણના કેસ ભલે દેશમાં દિનપ્રતિદિન વધી રહ્યાં હોય પરંતુ દેશ માટે એક સારા સમાચાર એ છે કે પહેલીવાર દેશમાં કોરોનાના હાલના દર્દીઓની સંખ્યા કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો વધ્યો છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીના રજિસ્ટ્રેશન અને ફિટનેસની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ, અગાઉ 30 જૂન અંતિમ તારીખ હતી
ગઈ કાલે 9 જૂનના રોજ કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયની 16મી બેઠક થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન (Dr Harsh Vardhan)એ કહ્યું કે ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે પરંતુ હજુ પણ આપણે સાવધાની વર્તવાની જરૂર છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં હાજર મંત્રીઓ અને અધિકારીઓને ભારત અને અન્ય દેશોની સ્થિતિને તુલનાત્મક રીતે દર્શાવવામાં આવી. તેમને એ પણ જાણકારી અપાઈ કે દેશમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે.
મીટિંગમાં એ પણ જણાવાયું કે સરકારી ઓફિસો ખુલવા લાગી છે અને આવામાં સતર્ક રહેવાની જરૂર છે. જેના માટે સામાજિક અંતર, માસ્ક, હેન્ડવોશ, વગેરેનું ખાસ રીતે ધ્યાન રાખવું જરૂરી છે.
0 Response to "રાહતના સમાચાર: દેશમાં પહેલીવાર કોરોનાને માત આપનારાઓની સંખ્યા એક્ટિવ કેસ કરતા વધી"
Post a Comment