અમદાવાદઃ આશ્રમ રોડની સાકાર-7 બિલ્ડિંગમાં આગ, યુવકે ચોથા માળેથી ઝંપલાવ્યું, 50 લોકોને રેસ્ક્યૂ કરાયા
Friday 29 May 2020
અમદાવાદના આશ્રમ રોડ અને શિવરંજની ઉપર આગ લાગવાની બે ઘટનાઓ બની છે. એક આશ્રમ રોડ ઉપર આવેલી સાકાર-7 બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી હતી. જેના પગલે આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાયો હતો.
અમદાવાદઃ અત્યારે ઉનાળો પોતાની ચરમ સીમા ઉપર છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે શુક્રવારે આવી બે ઘટનાઓ બની છે. અમદાવાદના આશ્રમ રોડ (Ashram road) અને શિવરંજની ઉપર આગ લાગવાની બે ઘટનાઓ બની છે. જેમાં એક આશ્રમ રોડ ઉપર આવેલી સાકાર-7 બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી હતી. જેના પગલે આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાયો હતો. ઘટનાના પગલે એક યુવક ચોથામાળેથી કૂદ્યો હતો. જેને ગંભીર ઈજાઓ પહોંતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ફાયરની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા 50 લોકોને રેસ્ક્યૂ કરી બચાવ્યા હતા.
લિફ્ટમાં આગ લાગતા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાયો ધૂમાડો
મળતી માહિતી પ્રમાણે આશ્રમ રોડ ઉપર આવેલી સાકાર-7 બિલ્ડિંગમાં આજે શુક્રવારે બપોરના સમયમાં અચાનક આગ લાગી હતી. લિફ્ટની અંદર આવેલા વાયરોમાં લાગેલી આગના કરાણે સમગ્ર બિલ્ડિંગમાં ધૂમાડો પ્રસરી ગયો હતો. જેના કારણે બિલ્ડિંગ રહેલા લોકોને જોવામાં તકલીફ પડી રહી હતી.

જીવ બચાવવા યુવકે ચોથા માળેથી ઝંપલાવ્યું
વધુ મળતી માહિતી પ્રમાણે આગથી બચવા માટે એક યુવકે ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. જોકે, જમીન પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બિલ્ડિંગમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યૂ કરાયું
મળતી માહિતી પ્રમાણે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવાની કામગારી હાથધરી હતી. થોડી જહેમત બાદ આગ ઉપર કાબૂ લેવાયો હતો. જોકે, આગના કારણે બિલ્ડિંગમાં 50 લોકો ફસાયા હતા. વિવિધ માળે ફસાયેલા 50 લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા.
ભારે ધૂમાડાના કારણે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ ન થઈ શક્યો
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો હતા. પરંતુ નીચેથી લઈને ઉપર સુધી આખી બિલ્ડિંગમાં ભારે ધૂમડો હતો. જેના કારણે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ ન થઈ શક્યો. જોકે, ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ICICIની સિક્યોરિટી પ્રાઈવેટ લિમિટેડની શાખા બળીને ખાખ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલી ICICIની સિક્યોરિટી પ્રાઈવેટ લિમિટેડની શાખામાં ડોક્યુમેન્ટની ઓફિસમાં આજે શુક્રવારેઆગ લાગી હતી. જેના પગલે આગે આખી ઓફિસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. અને સમગ્ર ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ઓફિસમાં AC રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક સોર્ટશર્કિટ થતાં આગ લાગી હતી. જોત જોતામાં આગે આખી ઓફિસને ઘેરી લીધી હતી. સદનસિબે ઓફિસમાં રહેલા ચાર લોકો સત્વરે બહાર આવી જતા તેમના જીવ બચી ગયા હતા.આમ આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, આખી ઓફિસ રાખના ઢગલામાં ફેરવાઈ હતી.