નવા 42 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 825, ઓડિશા હાઈકોર્ટે નેગેટિવ લોકોને જ એન્ટ્રી આપવા કહેતા ટ્રેનો રદ્દ કરાઈ

નવા 42 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 825, ઓડિશા હાઈકોર્ટે નેગેટિવ લોકોને જ એન્ટ્રી આપવા કહેતા ટ્રેનો રદ્દ કરાઈ


  1. અડાજણ, પાલ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં શાકભાજી લેવા લાઈનો લગાવી છે
  2. પોલીસ હેડ કોન્સ્ટેબલ, કરિયાણા વેપારી અને 4 શાકભાજી વિક્રેતા ઝપેટમાં આવ્યા
  3. 9થી 14 સુધી APMC માર્કેટ બંધ, લોકડાઉનના કડક અમલ માટે પેરામિલિટ્રી ફોર્સ



સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 42 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 825 થઈ ગઈ છે. વધુ બેના મોતથી શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 37 થઈ ગયો છે. જ્યારે સિવિલમાં હાલ 258 દર્દીઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે. જેમાંથી 20ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, 32 લોકો સાજા થતા રિકવરી આંક 389 પર પહોંચતા રાહતના સમાચાર છે. આજે નવા નોંધાયેલા કેસમાં પીપલ્સ બેંકની પાંડેસરા બ્રાંચના મેનેજર અને વરેલીમાં તોફાન મચાવનાર બે આરોપીનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવતા પીપલ્સ બેંકની પાંડેસરા બ્રાંચ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બેંકમાં કામ કરતા તમામ સ્ટાફને સમરસ કોવિડ સેન્ટરમાં તપાસ માટે લઇ જવામાં આવ્યા છે.ઓડિશા હાઈકોર્ટે તમામ શ્રમિકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ જ મોકલવા કહેતા હાલ તમામ ટ્રેન ઓડિશા જતી કેન્સલ કરવામાં આવી છે.
લિંબાયતમાં APXનીતિથી સર્વે થશે
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સુરતમાં દેશમાં પ્રથમવખત એપીએકસ નીતિ મુજબ ડોર ટુ ડોર સર્વેલેન્સ કરવામાં આવશે.  સુરતના લિંબાયત વિસ્તારમાં કેસની સંખ્યા વધુહોવાથી બે લાખ ઘરમાં સર્વેલન્સ થશે. જ્યાં શરદી, ખાસી, તાવ હશે ત્યાં એ લગાવવામાં આવશે. જ્યાં વૃધ્ધો દર્દી હશે ત્યાં પી લગાડવામાં આવશે.જ્યાં દર્દી કે વૃધ્ધ નહી હોય ત્યાં એકસ લગાડાશે
બિહાર ઝારખંડના લોકો રસ્તા પર ઉતર્યા
વતન જવાની માંગ સાથે ગોડાદરા વિસ્તારમાં બિહાર અને ઝારખંડના પરપ્રાંતિય શ્રમિકો રસ્તા પર ઉતર્યા હતાં. આ લોકોએ વતન જવાની માંગ સાથે ટોળા સ્વરૂપે રસ્તા પર ઉતરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બિહાર અને ઝારખંડના લોકો સાથે સમજાવટથી કામ લઈ રહ્યો છે.
ઓડિશા હાઈકોર્ટના આદેશ બાદ ટ્રેનો રદ્દ કરાઈ 
સુરત જિલ્લા ક્લેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, ઓડિશા હાઈકોર્ટના ચુકાદાના પગલે ઓડિશા સરકારે અત્યારે શ્રમિકોને વતન લાવવા હોય તો તમામના કોરોના ટેસ્ટ કર્યા બાદ જેમના રિપોર્ટ નેગેટિવ આવે તેમને જ મોકલવા જેથી હાલ ઓડિશા જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ઓડિશાવાસીઓના ટેસ્ટ શક્ય ન હોવાથી હાલ તેમને જવા દેવામાં આવશે નહી. સાથે જ જેમણે ટીકિટ બુક કરાવી લીધી છે તેમને રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 
વરેલીમાં તોફાન મચાવનાર 200 પૈકી વધુ 30ના સેમ્પલ લેવાયા
વરેલીમાં થયેલા તોફાનમાં અટક કરેલા 200માંથી 2 આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગતરોજ 15 જેટલા પરપ્રાંતિયોને મેડિકલ ચેકઅપ કરવાં આવ્યા હતા.જેમાંથી રીતેન્દ્ર કુમાર ઠાકુર અને રમેશચંદ્ર યાદવ બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજરોજ અન્ય 30 જેટલા આરોપીના કોરોનાના ચેકઅપના સેમ્પલ લેવાં આવ્યા છે. અટક કરેલ 200 પરપ્રાંતિયોને અલગ અલગ સ્થળે રાખવમાં આવ્યા છે. અત્યાર સુધી સુરત જિલ્લાના ગામમાં 43 કેસ પોઝિટિવ નોંધાવા પામ્યા છે.
9 મે થી તા.14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધ
નવા સામે આવેલા પોઝિટિવ કેસોમાં લોકડાઉન દરમિયાન બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારી, એક કરીયાણાના વેપારી તેમજ ત્રણ શાકભાજી વિક્રેતાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પાલિકા કમિશનરે તા.9 મે થી તા.14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે આજે સવારથી શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં લોકોએ શાકભાજી લેવા લાઈનો લગાવી છે.
બે દિવસ શાકભાજી મળનાર હોવાથી શહેરીજનો ભીડ ન કરેઃ પાલિકા કમિશનર
શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર બન્યા છે. જેના કારણે પાલિકા કમિશનરે તા.9 મે થી તા.14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શાકભાજી વિક્રેતાઓના અત્યાર સુધી 10થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાકભાજીની લારીઓ પર નાની-નાની વસ્તુઓ પસંદ કરીને લેવામાં આવે છે. જેથી ભીડ વધારે થતાં ચેપ લાગવાની શક્યતા રહે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસ શાકભાજી મળી શકશે. જેથી શાકભાજી લેવા નાગરિકોએ ભીડ કરવી નહિં. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને શાકભાજી ખરીદવા અપીલ કરું છું.
પેરામીલિટ્રી ફોર્સ તૈનાત કરાશે
લોકડાઉનનો વધુ કડક અમલ કરાવવા પેરામીલિટ્રી ફોર્સ તૈનાત કરાશે. એરફોર્સનું પ્લેનમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર તૈનાત પેરામિલિટ્રી ફોર્સના 152 જવાનો સુરત એરપોર્ટ આવી પહોંચ્યા છે. ક્લસ્ટર અને સંવેદનશીલ એરિયા જેમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધારે છે તેવા એરિયામાં લોકડાઉનનો વધુ કડક અમલ કરાવશે.

0 Response to " નવા 42 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 825, ઓડિશા હાઈકોર્ટે નેગેટિવ લોકોને જ એન્ટ્રી આપવા કહેતા ટ્રેનો રદ્દ કરાઈ"

Post a Comment

Native Banner