રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ અને 29ના મોત, કુલ દર્દી 7013 અને મૃત્યુઆંક 425
Thursday 7 May 2020
Comment
- વિવિધ રાજ્યમાં ફસાયેલા 29 હજારથી વધુ ગુજરાતીઓને પરત લવાયાઃ અશ્વિની કુમાર
- દવા કે દૂધ સિવાયની દુકાન ખુલી હશે તો કાર્યવાહી થશે અને ધરપકડ કરાશેઃ રાજ્ય પોલીસવડા
- રાજ્યમાં ખાનગી હોસ્પિટલને ચાલુ રાખવા આદેશ, નહીં તો લાઇસન્સ રદ થઇ શકે છે
- અમદાવાદમાં રેડ ઝોનમાં બીએસએફની 6 ટુકડી તહેનાત કરાશે
- બેન્કોની બ્રાન્ચ પણ નહીં ખૂલે, એટીએમ ચાલુ રહેશે
- શટડાઉનમાં કરિયાણું, શાકભાજી, ફળ નહીં મળે, પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે
ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 388 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 209 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 7013 દર્દી નોંધયા છે અને મૃત્યુઆંક 425 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 1709 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા કોરોના અંગે જોઇન્ટ બ્રિફિંગ કરવામાં આવશે.
7 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
રાજ્યના અન્ય કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પણ ચુસ્ત બંદોબસ્તઃ DGP
અમદાવાદ અને સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પેરા મિલેટ્રીની કંપનીઓ મુકીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય રેડ ઝોનના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પણ વિશેષ પોલીસ બંદોબસ્ત મુકીને સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ તમામ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના અંદરના ભાગે પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની અંદર આવતા કે બહાર જતા વ્યક્તિ અને વાહનને ચેક કરવામા આવી રહ્યાં છે.
આજે વધુ 34 ટ્રેનોના માધ્યમથી શ્રમિકોને વતન મોકલાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, વિવિધ રાજ્યોમાંથી અત્યારસુધીમાં 29540 લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 15523, રાજસ્થાનમાંથી 4252, યુપીથી 1412, મધ્યપ્રદેશમાંથી 1590, કર્ણાટકમાંથી 1138, તમિલનાડુમાંથી 604 સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. પરપ્રાંતિયોને પોતના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં 67 ટ્રેનોના માધ્યમથી 80400 જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. આજે વધુ 34 ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની 20, ઓડિશાની 5, બિહાર 4, ઝારખંડ 2, મધ્ય પ્રદેશ 2 અને છત્તિસગઢ માટે 1 ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી 12, અમદાવાદ અને વિરમગામથી 3-3, રાજકોટથી 2, મોરબીથી 3, વડોદરાથી 3, જામનગરથી 2, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે. ગુજરાતના જે લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવ્યા છે.
ફૂટપાથ રહીને સિઝનલ વસ્તુઓ વેચતા 50 લોકોને પોલીસે લક્ઝરી બસમાં રાજસ્થાન મોકલ્યા
કોરોના વાઇરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોની હાલત દયનીય બની ગઇ છે. વડોદરા શહેરના માર્ગો ઉપર ફૂગ્ગા, રમકડાં, મચ્છર રેકેટ સહિત સીઝનલ ચિજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા 50 જેટલા ફૂટપાથવાસીઓને પોલીસ દ્વારા એક લક્ઝરી બસમાં વતન રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ખાનગી તબીબોને પ્રેક્ટિસ શરૂ કરવા આદેશ
હાલ ગુજરાતમાં અને ખાસ તો મોટા શહેરો કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ વધુ આવતાં રેડ ઝોનમાં મુકાયાં છે ત્યાં ઘણાં ખાનગી તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાં નથી. ગુજરાત સરકાર વતી આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ તબીબો જોગ આદેશ જારી કરીને કહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો અને તબીબો પોતાની સેવા તાકીદે ગુરુવારથી શરુ નહીં કરે તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત નીતિન પટેલે બુધવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ અહીં તજજ્ઞો સામેથી સેવા અથવા માર્ગદર્શન આપવા સામેથી આવે તેવી અપીલ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુદર ઊંચો હોવાથી તેમણે વિષય નિષ્ણાત તબીબોને સરકારની પડખે આવવા અપીલ કરી છે.

અગાઉ ક્યારે કેસ ઘટ્યાં
19 એપ્રિલે 367 કેસ નોંધાયા પછી 20મી એપ્રિલે 196 નોંધાયા જે 24 કલાકમાં 171 કેસનો ઘટાડો હતો. 21 એપ્રિલે 239 કેસ પછી 22 એપ્રિલે દસ ઘટ્યાં અને 229 કેસ નોંધાયા, તેના બીજા દિવસે પણ 12 કેસ ઓછા નોંધાતાં 23 એપ્રિલે 217નો આંકડો રહ્યો. આ સિલસિલો ત્રીજા દિવસે પણ રહ્યો અને 26 કેસ ઓછાં નોંધાતાં 24 એપ્રિલે 191 નવા કેસ સામે આવ્યાં હતાં, પરંતુ તે પછી આ આંકડો વધ્યો. 25 એપ્રિલે 256 અને પછી 26મીએ 230 જે 26 કેસનો ઘટાડો દર્શાવે છે. 27 એપ્રિલે 247 નોંધાયા પછી 19 કેસના ઘટાડા સાથે 28 એપ્રિલે 226 કેસ નોંધાયા. 28 એપ્રિલ પછી ઉત્તરોતર કેસ વધતાં જ રહ્યાં એ પછી 5 મેના રોજ 441 કેસ નોંધાયા બાદ 61 કેસ ઘટતાં 6 મેના રોજ 380 કેસ નોંધાયા છે.

કેસ ઘટ્યા પણ સામે ટેસ્ટ ઘટ્યાં નથી
સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે બુધવારે કેસ તો ઘટ્યાં છે પણ તેની સામે ટેસ્ટિંગની સંખ્યા વધી છે. તેથી કેસ ઓછા નોંધાય તે માટે ટેસ્ટ ઓછા કરાયાં તેવું કોઇ કારણ અહીં મળતું નથી. ઉલટાનું મંગળવારે કરાયેલાં કુલ 4,984 ટેસ્ટની સામે બુધવારે 5,559 સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 95,191 ટેસ્ટ કરાયાં છે તેમાંથી 6,625 પોઝિટિવ જ્યારે 88,566 નેગેટિવ આવ્યાં છે. કોરોનાના વધતા જતા વ્યાપને પગલે અમદાવાદના સમગ્ર મ્યુનિસિપલ વિસ્તારોમાં શટડાઉન જાહેર કરાયું છે. જેથી ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદના પગલે સુરત અને નડિયાદમાં પણ શુક્રવારથી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામમાં 3, કલોલમાં અને વાવોલમાં 1 કેસ સામે આવ્યા છે. સુરતમાં વતન જવા માગતા લોકોની ભીડ જોવી મળી છે.

કુલ 6,662 દર્દી, 396ના મોત અને 1500 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 4716 | 298 | 778 |
વડોદરા | 421 | 31 | 164 |
સુરત | 772 | 33 | 314 |
રાજકોટ | 62 | 01 | 26 |
ભાવનગર | 82 | 05 | 21 |
આણંદ | 76 | 06 | 38 |
ભરૂચ | 27 | 02 | 22 |
ગાંધીનગર | 83 | 05 | 15 |
પાટણ | 24 | 01 | 12 |
નર્મદા | 12 | 00 | 12 |
પંચમહાલ | 51 | 03 | 06 |
બનાસકાંઠા | 64 | 01 | 14 |
છોટાઉદેપુર | 14 | 00 | 11 |
કચ્છ | 07 | 01 | 05 |
મહેસાણા | 42 | 00 | 08 |
બોટાદ | 48 | 01 | 08 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 15 | 00 | 02 |
ખેડા | 12 | 00 | 02 |
ગીર-સોમનાથ | 03 | 00 | 03 |
જામનગર | 05 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 01 |
સાબરકાંઠા | 10 | 02 | 03 |
મહીસાગર | 42 | 01 | 07 |
અરવલ્લી | 22 | 02 | 14 |
તાપી | 02 | 00 | 01 |
વલસાડ | 06 | 01 | 03 |
નવસારી | 08 | 00 | 04 |
ડાંગ | 02 | 00 | 01 |
દેવભૂમિ દ્વારકા |
03
| 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 01 |
જૂનાગઢ | 02 | 00 | 00 |
કુલ | 6662 | 396 | 1500 |
0 Response to "રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ અને 29ના મોત, કુલ દર્દી 7013 અને મૃત્યુઆંક 425"
Post a Comment