શું લોકડાઉન 4.0 આવશે? PM નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી ખોલશે પત્તા
Sunday 10 May 2020
Comment
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેની સમયમર્યાદા 17મેએ પુરી થવા જઈ રહી છે. પરંતુ લોકડાઉન વચ્ચે પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સવાલ એ છે કે, 17એ પછી શું. હવે સૌકોઈની નજર દેશના તમામ રાજ્ય મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અને લૉકડાઉન અંગે ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (11મે)એ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા પર ટકી છે. આ બેઠક બપોરે ત્રણ કલાકે યોજાશે.
લૉકડાઉન 2.0નો સમયગાળો 3 મેએ સમાપ્ત થતાં પહેલા પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. કોરોના સામે જારી જંગમાં શું લૉકડાઉન ફરી એકવાર વધારવામાં આવશે કે કેમ તે હાલમાં ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશની આગામી રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
દેશમાં કોરોનાની સ્થિતિ વચ્ચે વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન ત્રણ દિવસ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ વર્તમાન સ્થિતિ હજી પણ ગંભીર છે. હવે ત્રીજી વાર જાહેર કરવામાં આવેલા લૉકડાઉન 3.0ની સમયમર્યાદા 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવાર બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરશે.
આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન કાર્યાલયના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે જાણ કરવામાં આવી છે કે સોમવારે બપોરે 3 વાગ્યે પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક યોજશે.
પીએમ મોદીએ 28 એપ્રિલે કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશમાં લાગુ લૉકડાઉનની વચ્ચે ચોથી વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. લૉકડાઉન 2.0ની અવધિ 3 મેના રોજ સમાપ્ત થતાં પહેલા જ વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.
કોરોના સામેના જંગમાં શું લૉકડાઉનને ફરી એકવાર લંબાવવામાં આવશે, તે હાલ ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશ કોરોનાથી કેવી રીતે લડશે, સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં તેની પર માર્ગ નક્કી થશે છે.
0 Response to "શું લોકડાઉન 4.0 આવશે? PM નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી ખોલશે પત્તા"
Post a Comment