સરકારનો મહત્વનો નિર્ણય, અમદાવાદ-ગાંધીનગર સિવાય તમામ જિલ્લાની સરકારી ઓફિસ 100 ટકા સ્ટાફ સાથે ચાલુ થશે

સરકારનો મહત્વનો નિર્ણય, અમદાવાદ-ગાંધીનગર સિવાય તમામ જિલ્લાની સરકારી ઓફિસ 100 ટકા સ્ટાફ સાથે ચાલુ થશે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી ઓફિસો માટે લોકડાઉન 4 અંગેનો પરીપત્ર જાહેર કરાયો છે. આવશ્યક સેવાઓ સિવાય કન્ટેઈમેન્ટ ઝોનમાં આવતી કચેરીઓ બંધ રહશે.

સરકારનો મહત્વનો નિર્ણય, અમદાવાદ-ગાંધીનગર સિવાય તમામ જિલ્લાની સરકારી ઓફિસ 100 ટકા સ્ટાફ સાથે ચાલુ થશે


ગાંધીનગર : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી ઓફિસો માટે લોકડાઉન 4 અંગેનો પરીપત્ર જાહેર કરાયો છે. આવશ્યક સેવાઓ સિવાય કન્ટેઈમેન્ટ ઝોનમાં આવતી કચેરીઓ બંધ રહશે. કન્ટેઇનમેન્ટ ઝોન બહારની અમદાવાદ અને ગાંધીનગર ખાતેની કચેરીઓમાં વર્ગ 1 અને 2 ના તમામ અધિકારીઓ અને વર્ગ 3 અને 4 ના 50 ટકા કર્મચારીઓને ઓફીસ બોલાવી શકાશે. જ્યારે અન્ય તમામ જિલ્લા માં કન્ટેઈમેન્ટ ઝોન બહારની કચેરીઓમાં 100 ટકા સ્ટાફ સાથે ચાલુ થશે.

સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ કર્મચારી કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતો હોય તો તે કર્મચારીને બોલાવી શકાશે નહિ. જો કરચેરીના જવાબદાર અધિકારી ઈચ્છે તો શિફ્ટ પ્રમાણે કર્મચારી અધિકારીઓને બોલાવી શકે છે.

અન્ય તમામ જિલ્લાની Containment Zoneના બહારના વિસ્તારમાં તમામ કચેરીઓ ૧૦૦% સ્ટાફ સાથે કાર્યરત રહેશે. જો કે Containment Zones માં રહેતા કર્મચારીને ફરજ પર બોલાવવા નહિ. અન્ય જિલ્લામાં આવેલી કચેરીઓ જરૂર જણાય તો staggered Timing રાખી શકે. ઉદા. તરીકે ૫૦% કર્મચારીઓ માટે 10 AM to 5.40 PM અને બાકીના ૫૦ % કર્મચારીઓ માટે 10.30 AM to 6.10 PM.અન્ય તમામ કર્મચારીઓ ઘરેથી કાર્ય (Work from home) કરવાનું રહેશે. તેમજ મોબાઈલ ફોન અને ઈ-મેઈલ પર ઉપલબ્ધ રહેવાનું રહેશે.

તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાઈરસ (Covid-19) ને નિયંત્રણમાં લાવવા ભારત સરકારના ગૃહ મંત્રાલય, કર્મચારીગણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવાની થતી તકેદારી સંબંધમાં વખતોવખત સૂચનાઓ પરિપત્રિત કરી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૧૭/૦૫/૨૦૨૦ના હુકમ અને માર્ગદર્શિકાથી લોકડાઉના વધુ બે અઠવાડીયા એટલે કે તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે અને Containment Zones માં માત્ર આવશ્યક પ્રવૃત્તિને છૂટ આપવા જ્યારે Containment Zones સિવાયના તમામ વિસ્તારોમાં જે અંગે ખાસ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય તે સિવાયની તમામ પ્રવૃતિઓ માટે છૂટ આપવામાં આવી છે.

નોવેલ કોરોના વાઈરસ (covid-19)ના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલ કર્મચારીઓ તેમજ આવશ્યક તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલ વિભાગો જેવી કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તેને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને તેઓને સંલગ્ન કચેરીઓ, કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (આવશ્યક-તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ), ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલ સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ વગેરે સિવાયની કચેરીઓ માટે નીચે મુજબ લાગુ કરવાના રહેશે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ હોય તે સિવાયની રાજ્ય સરકારની કચેરીઓ માટે નીચેની સૂચનાઓ તાત્કાલિક અસરથી શરૂ કરી આગામી બે અઠવાડીયા એટલે કે તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી લાગુ કરવામાં આવે છે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ ન હોય તેવી Containment Zone માં આવેલી તમામ કચેરીઓ બંધ રહેશે.સૂચનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, Containment Zones માં આવેલ કચેરીઓ બંધ રહેશે. Containment Zoneની બહારના વિસ્તારમાં આવેલી કચેરીઓ પૈકી અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલી કચેરીઓમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ અધિકારીએ હાજરી આપવાની રહેશે. જ્યારે વર્ગ-૩ અને તેથી નીચેના કર્મચારીઓના કિસ્સામાં દરરોજ પ૦ % સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ કચેરીના વડાએ આયોજન કરવાનું રહેશે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલ તમામ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી/અધિકારી જો તેઓ અમદાવાદ ખાતે રહેતા હોય અને તેનું રહેઠાણ Containment Zones બહાર હોય તેવા તમામ કર્મચારીએ ગાંધીનગર ઉપરના બધા ઝોનમાં આવેલી કચેરીના સ્થળે કર્મચારીઓ દ્વારા સામાજિક અંતર જાળવવા માટેની ધોરણસરની કાર્યપદ્ધતિ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૬/૦૪/૨૦૨૦ના પરિપત્રથી ઇસ્યુ કરવામાં આવી છે. ઉક્ત પરિપત્ર જોડાણ સૂચનાઓ અમલવારી થાય તે જોવાની જવાબદારી સંબંધિત કચેરીના વડાની રહેશે.

Containment Zonesમાં આવેલી કચેરીઓમાં કાર્યરત દિવ્યાંગ કર્મચારીને (Person with disabilities) તેની વિકલાંગતા -કાર્ય કરવાની ક્ષમતા વગેરે ધ્યાને લઈ કચેરીના વડા મુક્તિ આપી શકશે. ઉદા. તરીકે દ્રષ્ટિહિન કર્મચારીઓ કે જેને સામાન્ય રીતે સ્પર્શ કરીને કે કોઈ વસ્તુનો ટેકો લઈને જ કામ કરવાનું થાય તેવા કિસ્સામાં Containment Zone માં રહેતા અથવા તો તે વિસ્તારની કચેરીઓમાં ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારીને મુક્તિ આપવાની રહેશે. આ સંબંધમાં કચેરીના વડાએ દિવ્યાંગ કર્મચારીઓના હિતમાં સ્વવિવેકાનુસાર નિર્ણય લેવાનો રહેશે.

દરેક કચેરીના વડાએ તેમજ દરેક કર્મચારીએ સ્થાનિક જિલ્લા તંત્ર, મંડળો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત જારી કરાયેલી Containment Zones સંબંધની માહિતીથી અપડેટ રહેવાનું રહેશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૯/૦૫/૨૦૨૦ના પરિપત્ર ક્રમાંક : એનસીપી-૧૦૨૦૨૦ એસ.એફ.એસ.૮-ગ થી રાજયના જિલ્લાઓને અલગ-અલગ ઝોનમાં વર્ગીકૃત કરી અને containment Zones જાહેર કરવામાં આવેલ છે તે વિગતો ધ્યાને લેવાની રહેશે અને સતત અપડેટ રહેવાનું રહેશે.

અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી મુલાકતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. દરેક કચેરીના વડા એ પોતાના કર્મચારીઓની હાજરી સંબંધમાં કચેરીનું અગત્યના કામ વિલંબમાં ન પડે તે જોઈ સ્વવિવેકાનુસાર નિર્ણય લેવાનો રહેશે.











0 Response to "સરકારનો મહત્વનો નિર્ણય, અમદાવાદ-ગાંધીનગર સિવાય તમામ જિલ્લાની સરકારી ઓફિસ 100 ટકા સ્ટાફ સાથે ચાલુ થશે"

Post a Comment

Native Banner