
Lockdown: ક્યારે ખૂલશે થિયેટર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપ્યો જવાબ
Tuesday, 2 June 2020
Comment
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મંગળવારે કહ્યું કે જૂન મહિનામાં કોવિડ-19 મહામારીની સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ સિનેમાઘરોને ખોલવા પર વિચાર કરવામાં આવશે.


નવી દિલ્હી: સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મંગળવારે કહ્યું કે જૂન મહિનામાં કોવિડ-19 મહામારીની સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ સિનેમાઘરોને ખોલવા પર વિચાર કરવામાં આવશે.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ વીડિયો ક્રોન્ફરસ દરમિયાન આ વાત એસોસિએશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ, સિનેમા એક્ઝિબિટર્સ એન્ડ ફિલ્મ ઇંડસ્ટ્રીના પ્રતિનિધિ સાથે કરી. આ બેઠક કોવિડ 19 (Covid-19)ના લીધે ફિલ્મ ઉદ્યોગની સમક્ષ આવી રહેલી રહેલી સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે સિનેમાઘરોને ખોલવાની માંગ પર મંત્રીએ કહ્યું કે આ વખતે જૂન મહિનામાં મહામારીની સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ વિચાર કરવામાં આવશે. ફિલ્મ/ધારાવાહિકનું નિર્માણ શરૂ કરવાના મુદ્દે પ્રકાશ જાવડેકરએ કહ્યું કે સરકાર દ્વારા માનક સંચાલન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
0 Response to "Lockdown: ક્યારે ખૂલશે થિયેટર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપ્યો જવાબ"
Post a Comment