કોઈ તમને સીમકાર્ડ અપગ્રેડ કરવાનું કહે તો ચેતી જજો, બાકી બેન્ક ખાતું થઈ જશે ખાલી
Thursday 4 June 2020
Comment
સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
અમદાવાદઃ લૉકડાઉનમાં લોકોએ વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કર્યો છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓએ પણ ઠગાઈ કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
આ પ્રકાર ની ઠગાઈના ચાર ગુના પોલીસના ચોપડે નોંધાયા છે. સીમકાર્ડ એક્સચેન્જ ફ્રોડ કરવાના કિસ્સામાં ગઠીયાઓ સીમ કાર્ડની જે તે કંપનીમાંથી વાત કરી રહ્યાં હોવાનું કહી ને કોઈ પણ વ્યક્તિ ને ફોન કરે છે અને તેમનુ સીમ કાર્ડ 2જી માંથી 4જીમાં અપગ્રેડ કરવાનુ કહે છે. જો કાર્ડ અપગ્રેડ નહિ કરે તો તેમનું સીમ બંધ થઈ જસે તેમ કહી ને આ ગઠીયા ઓ તેમના મોબાઈલ નંબર પર થી તેમની પાસે રહેલ બ્લેન્ક સીમ કાર્ડનો સીમ નંબર મેસેજ મારફતે ફરિયાદીને મોકલી આપે છે અને આ નંબર ફરિયાદી ના મોબાઈલ નંબર મારફતે કંપની માં ફોરવર્ડ કરાવી આપવાની પ્રક્રિયા કરાવે છે.
આ પ્રક્રિયા કરાવ્યા બાદ ફરિયાદી નું સીમ કાર્ડ હાલ બંધ થઈ જશે અને 24 કલાક માં અપગ્રેડ થઈ જશે તેમ કહી ને ફોન મૂકી દે છે. ત્યાર બાદ ફ્રોડ કરનાર ગઠિયો ફરિયાદીનો નંબર તેના મોબાઈલમાં કાર્યરત કરે છે અને આ નંબર જે તે બેંકમાં રજીસ્ટર થયો હોય તે એકાઉન્ટ માંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી ને રૂપિયાની ઉઠાંતરી કરે છે.
0 Response to "કોઈ તમને સીમકાર્ડ અપગ્રેડ કરવાનું કહે તો ચેતી જજો, બાકી બેન્ક ખાતું થઈ જશે ખાલી"
Post a Comment