કોરોનાને કારણે સુપ્રિમ કોર્ટે જગન્નાથપુરીની રથયાત્રા પર લગાવી રોક

કોરોનાને કારણે સુપ્રિમ કોર્ટે જગન્નાથપુરીની રથયાત્રા પર લગાવી રોક

એક એન.જી.ઓ. દ્વારા દાખલ કરવામાં આવેલ જાહેર હીતની અરજી પર સુવાનણી કરતાં સુપ્રિમ કોર્ટે કહ્યું નાગરિકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખવા આ વર્ષે યાત્રાની અનુમતી આપી શકાશે નહીં.
સુપ્રીમ કોર્ટે પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. એક ખાનગી સંગઠન તરફથી દાખલ કરાયેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોવિડ-19 મહામારીની વચ્ચે નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ વર્ષે યાત્રાની પરવાનગી આપી શકાય નહી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું હતું કે જો કોરોના વચ્ચે આ વર્ષે રથયાત્રાની પરવાનગી આપીશું, તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. અરજીકર્તા સંગઠન ઓડિશા વિકાસ પરિષદ તરફથી વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં 10 લાખથી વધુ લોકો એક્ઠા થાય છે. અને જો આ યાત્રાને પરવાનગી આપી દેવાય તો તેના પરિણામ ખૂબ ભયાવહ હશે.મહત્વનું છે કે ઓડિશા સરકારે પણ આ વર્ષે યાત્રા ન યોજવા પર સંમતિ દર્શાવી છે.

0 Response to "કોરોનાને કારણે સુપ્રિમ કોર્ટે જગન્નાથપુરીની રથયાત્રા પર લગાવી રોક"

Post a Comment

Native Banner