બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને 30 જૂન સુધી KYC કરાવવા માટે કહ્યું, નહીં કરવામાં આવે તો ખાતું ફ્રીઝ થઈ શકે છે

બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને 30 જૂન સુધી KYC કરાવવા માટે કહ્યું, નહીં કરવામાં આવે તો ખાતું ફ્રીઝ થઈ શકે છે

Bank of Baroda asks customers to do KYC till June 30, otherwise the account may be frozen

  • બેંકની તરફથી તમામ ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવ્યો છે
  • RBIએ તમામ બેંક ખાતા માટે KYC ફરજિયાત કર્યું છે

બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને 30 જૂન સુધી KYC કરવા માટે કહ્યું છે. જે ગ્રાહકો પોતાનું KYC નહીં કરાવે તો, તેમનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. અકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ છે કે તમે તમારા અકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. બેંકની તરફથી પણ ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવ્યો આવ્યો છે. 
શું છે મેસેજ?
ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે આગામી 20 દિવસની અંદર એટલે કે 30 જૂન સુધીમાં પોતાના ખાતા માટે KYC ડોક્યુમેન્ટની સાથે પાન નંબર, પાન નંબર કન્ફર્મ નહીં થાય તો ફોર્મ 60 ભરીને જમા કરાવવાનું રહેશે. તે ઉપરાંત ખાતાધારકે તેની જન્મ તારીખ વિશે માહિતી આપવી જરૂરી છે.
RBIએ KYCને ફરજિયાત બનાવ્યું છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તમામ બેંક અકાઉન્ટ માટે KYC ફરજિયાત કરી દીધું છે. તે ઉપરાંત બેંકોને ગ્રાહકોને KYC માટે સૂચિત કરવાનું કહેવામાં આવ્યું છે. RBIના સૂચના મુજબ 30 જૂન સુધી તમામ બેંકોના ગ્રાહકોએ KYC કરાવવાનું છે. 
આ દસ્તાવેજો દ્વારા KYC કરાવી શકાય છે
RBIની માર્ગદર્શિકા મુજબ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, મનરેગા કાર્ડ, પેન્શન ચુકવણીનો આદેશ, પોસ્ટ ઓફિસ દ્વારા દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, ઓથોરિટી એજન્સીઓ દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડથી KYC કરાવી શકાય છે

ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ સ્કૂલો શરૂ કરવા શિક્ષણ વિભાગ સક્રિય, તમામ પાસાની ચકાસણી બાદ નિર્ણય   

શું છે KYC?
KYC ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત એક ઓળખ પ્રક્રિયા છે, જેની મદદથી બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પોતાના ગ્રાહકોને વધુ સારી રીતે જાણી શકે છે. KYC એટલે "નો યોર કસ્ટમર" એટલે કે તમારા ગ્રાહકને ઓળખો. બેંકો તથા નાણાકીય કંપનીઓ તેના માટે ફોર્મ ભરાવવાની સાથે ઓળખના કેટલાક પુરાવા પણ લે છે.

0 Response to "બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને 30 જૂન સુધી KYC કરાવવા માટે કહ્યું, નહીં કરવામાં આવે તો ખાતું ફ્રીઝ થઈ શકે છે"

Post a Comment

Native Banner