અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે 25 જૂને GTUની એક્ઝામનું આવું છે પ્લાનિંગ
Wednesday 10 June 2020
Comment
સરકારી ગાઈડલાઈનના નિયમો સાથે રાજ્યના 400 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાશે
અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે આગામી 25 જૂને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ UGના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કર્યું છે. સરકારી ગાઈડલાઈનના નિયમો સાથે રાજ્યના 400 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાશે, જેની તૈયારી GTUએ કરી લીધી છે. આગામી 25 જૂનથી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની PGની પરીક્ષાઓનું આયોજન કરાયું છે. ત્યારબાદ તબક્કાવાર રીતે ડિગ્રી અને ડિપ્લોમાંની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં 456 જેટલી કોલેજના પરીક્ષા સેન્ટર પર 1 લાખ 20 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
આ અંગે GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે દેશભરમાં લૉકડાઉન જાહેર થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે. જેથી કોરોના વાયરસના કારણે અઢી મહિનાથી અટવાયેલી પરીક્ષા આખરે લેવાઈ રહી છે. જેમાં 25 જૂને PGના વિદ્યાર્થીઓની અને 2 જુલાઈએ ડિગ્રી એન્જીનીયરીંગ જ્યારે 3 જુલાઈએ ડિપ્લોમાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જેની વિગતવાર માહિતી GTUની વેબસાઈટ પર મુકવામાં આવી છે. કોરોનાના વધતા કેસના કારણે વિદ્યાર્થીઓને પોતાની કોલેજ કે જ્યાં રહેતા હોય તે જિલ્લાની કોલેજનું સેન્ટર ફળવાશે. જેથી ટ્રાન્સપોર્ટેશન થાય નહીં અને સંક્રમણની ચિંતા ના રહે.

પરીક્ષા સેન્ટર પર આવી હશે વ્યવસ્થા
- દરેક પરીક્ષા સેન્ટરને સેનિટાઈઝ કરવામાં આવશે
- પરીક્ષા સેન્ટર પર સેનિટાઈઝરની વ્યવસ્થા હશે- પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક થશે
- એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે
- એક બેન્ચ પર એક વિદ્યાર્થીની ઝીક્ઝેક મોશનમાં બેઠક વ્યવસ્થા
- વિદ્યાર્થીઓને સેનિટાઈઝ થયેલા પેપર મળશે
- પરીક્ષા સુપરવાઈઝરની પણ તમામ હિસ્ટ્રી ચેક થશે
આ તૈયારીઓ ની સાથે GTU દ્વારા કન્ટેઇનમેઇન્ટ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી છુટછાટ અપાઈ છે. ઘરમાં કોઇ પરીવારના સભ્ય પોઝિટિવ હોય અને પરીક્ષા ના આપી શકે તો તે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓની કે વિદેશના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય ત્યારે પરીક્ષા આપી શકશે. આમ કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષાની તમામ તૈયારીઓ કરી લીધી છે. ક્યાંય કોઈ કમી ન રહી જાય તેનું પ્રશાસન ખાસ તકેદારી રાખી રહ્યું છે.

0 Response to "અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે 25 જૂને GTUની એક્ઝામનું આવું છે પ્લાનિંગ"
Post a Comment