દેશમાં કોરોનાના કેસ 2 લાખને પાર / પ્રથમ 50 હજાર કેસ 98 દિવસમાં આવ્યા, છેલ્લા 50 હજાર કેસ માત્ર 7 દિવસમાં આવ્યા; જોકે અન્ય દેશની સરખામણીમાં આ ઝડપ ધીમી

દેશમાં કોરોનાના કેસ 2 લાખને પાર / પ્રથમ 50 હજાર કેસ 98 દિવસમાં આવ્યા, છેલ્લા 50 હજાર કેસ માત્ર 7 દિવસમાં આવ્યા; જોકે અન્ય દેશની સરખામણીમાં આ ઝડપ ધીમી

The first 50 thousand cases came in 98 days, the last 50 thousand cases came in just 7 days; However this speed is slow compared to other country
  • અમેરિકામાં સૌથી ઝડપી 72 દિવસમં 2 લાખ કેસ, ભારતમાં આટલા કેસ થવામાં 125 દિવસ લાગ્યા
  • કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત 7 દેશમાં સ્પેનનો રિકવરી રેટ હાઈ, ભારત ત્રીજા નંબર પર
  • ભારત વિશ્વનો સાતમો દેશ, જ્યાં કોરોનાના કેસ 2 લાખથી વધારે થઈ ગયા
નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા મંગળવારે 2 લાખને પાર થઈ ગઈ છે. હવે ભારત વિશ્વનો 7મો એવો દેશ બની ગયો છે કે જ્યાં કોરોના સંક્રમણ ધરાવતા લોકોની સંખ્યા 2 લાખથી વધારે છે. 30 જાન્યુઆરીના રોજ દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તેના 98 દિવસ બાદ એટલે કે 6 મેના રોજ અહીં આ સંખ્યા વધીને 50 હજાર થઈ ગઈ. ત્યારબાદ સંક્રમણના ફેલાવામાં વધારે ઝડપ આવી. ત્યાર પછીના 27 દિવસમાં સંક્રમિતોનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે.
ભારત માટે અત્યાર સુધી સારી વાત એ રહી છે કે વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે વસ્તી હોવા છતાં ભારતમાં સંક્રમણ ફેલાવાનો દર ખૂબ જ ધીમો રહ્યો છે. અમેરિકામાં સૌથી ઝડપી 72 દિવસમાં બે લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ થયા હતા. ભારતમાં આ આંકડો 125 દિવસમાં આવ્યો છે.
દેશમાં કોરોનાના કેસ 1.5 લાખથી 2 લાખ થવામાં સૌથી ઓછા 7 દિવસ લાગ્યાા
કેસકેટલા દિવસકઈ તારીખે
50 હજાર986 મે
50 હજારથી 1 લાખ0826 મે
1.5 લાખથી 2 લાખ072 જૂન
*દેશમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ મળ્યો હતો
*સોર્સઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને covid19india.org
હવે પ્રત્યેક 7 દિવસમાં 50 હજાર કેસ સામે આવી રહ્યા છે
ચિંતાજનક વાત એ છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ખૂબ જ ઝડપથી વધી રહી છે. 6 મેના રોજ દેશમાં કોરોનાનો આંકડો 50 હજાર હતો. એટલે કે શરૂઆતથી લઈ 50 હજાર કેસ પહોંચવામાં 98 દિવસ લાગ્યા. પણ ત્યારબાદ સંક્રમણના કેસની ઝડપ વધી. ત્યારપછીના 50 હજાર કેસ વધવામાં માંડ 12 દિવસનો સમય લાગ્યો. ત્યારબાદ પ્રત્યેક 7-8 દિવસમાં 50 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે.
ભારતમાં એક લાખની વસ્તીમાં 7.1 સંક્રમિત
દેશમાં પ્રત્યેક 1 લાખની વસ્તી પર 7.1 લોકો સંક્રમિત મળી રહ્યા છે. રાહતની વાત એ છે કે અહીં સંખ્યા અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઓછી છે. અમેરિકામાં એક લાખની વસ્તી પર 431, બ્રિટનમાં 494 અને ઈટાલીમાં 372 દર્દી મળ્યા છે.
વિશ્વમાં પ્રત્યેક લાખની વસ્તી પર 4.1 મોત, ભારતમાં 0.2 મોત
દેશએક લાખની વસ્તી દીઠ મૃત્યુ
સ્પેન59.20
ઈટાલી52.80
બ્રિટન52.10
ફ્રાંસ41.90
અમેરિકા26.60
કેનેડા15
જર્મની9.60
ઈરાન8.50
સમગ્ર વિશ્વમાં4.10
ભારતમાં0.2
દેશમાં અત્યાર સુધીમાં 95 હજાર 852 લોકોને સારું થયુ
રાહતની વાત એ છે કે સૌથી પ્રભાવિત દેશોની તુલનામાં ભારતનો રિકવરી રેટ ખૂબ જ સારો છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ દર્દી પૈકી 95 હજાર 852 દર્દીને સારું થઈ ગયું છે. રિકવરી રેટ 48.3 ટકા છે. એટલે કે પ્રત્યેક 100 પૈકી 48 દર્દીને સારું થઈ રહ્યું છે. UKમાં સૌથી નીચો રિકવરી રેટ છે. અહીં અત્યાર સુધીમાં બે લાખ દર્દી પૈકી ફક્ત 0.001 ટકા દર્દીને જ સારું થયું છે. સ્પેનમાં સૌથી વધારે 68.69 ટકા રિકવરી રેટ છે.
સ્પેનનો રિકવરી રેટ સૌથી સારો, UKમાં સૌથી ઓછા દર્દીને સારું થયું
દેશરિકવરી રેટડેથ રેટ
સ્પેન68.69%9.5%
ઈટાલી67.90%14.40%
ભારત48.30%2.80%
રશિયા42.40%1.18%
અમેરિકા33.09%5.74%
બ્રાઝીલ39.87%5.67%
UK0.001%14.10%

0 Response to "દેશમાં કોરોનાના કેસ 2 લાખને પાર / પ્રથમ 50 હજાર કેસ 98 દિવસમાં આવ્યા, છેલ્લા 50 હજાર કેસ માત્ર 7 દિવસમાં આવ્યા; જોકે અન્ય દેશની સરખામણીમાં આ ઝડપ ધીમી"

Post a Comment

Native Banner