રિલાયન્સે લૉન્ચ કરી Jio Mart વેબસાઇટ, આ રીતે ખરીદી શકાશે સસ્તો સામાન

રિલાયન્સે લૉન્ચ કરી Jio Mart વેબસાઇટ, આ રીતે ખરીદી શકાશે સસ્તો સામાન

ખાસ વાત છે કે, આ વેબસાઇટને શરૂ કરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યુ હતુ, જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપીથી 5 ટકા ઓછી કિંમત પર ઓછી કિંમતે આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

jiomart website goes live with more products on discount

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ઇ-કોમર્સ પોર્ટલ જિઓમાર્ટ સર્વિસને લૉન્ચ કરી દીધુ છે, આ સર્વિસ કેટલાય શહેરમાં અવેલેબલ થઇ છે, અને વેબસાઇટ દ્વારા કંપનીને ઓર્ડર મળવાની શરૂ પણ થઇ ચૂક્યા છે.

ખાસ વાત છે કે, આ વેબસાઇટને શરૂ કરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યુ હતુ, જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપીથી 5 ટકા ઓછી કિંમત પર ઓછી કિંમતે આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કંપની આપી રહી છે આકર્ષક ઓફર.....
જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપી પર પાંચ ટકા ઓછી કિંમતનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેમકે કંપની અનુસાર તે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી સામાન લઇને ડિલીવરી કરી રહ્યાં છે. કંપનીનો દાવો છે કે તેમની પાસે જરૂરી સામાનનો સ્ટૉક પણ છે.

કઇ રીતે કરી શકો છો ઓર્ડર....
જિઓમાર્ટની સર્વિસીઝ હાલ પિનકૉડના માધ્યમથી આપવામાં આવી રહી છે. જિઓમાર્ટની વેબસાઇટ ખોલવા પર એક વિન્ડો બૉક્સ સામે આવશે, જેમાં તમારે તમારા એરિયાનો પિનકૉડ નાંખવો પડશે. જો કંપની તમારા એરિયામાં ડિલીવરી કરી રહી હશે તો તમને તરત જ જાણકારી મળશે.

જિઓમાર્ટ વૉટ્સએપ પર પણ એક્ટિવ.....
જિઓમાર્ટના ઓર્ડર માટે વૉટ્સએપ નંબર 88500 08000 છે, અને આ નંબર તમારે તમારા ફોનમાં સેવ કરવો પડશે. આ નંબર પર મેસેજ લખીને મોકલવા પર જિઓમાર્ટ તરફથી તમને મેસેજ મળશે જેમા એક લિંક હશે આ લિંક માત્ર 30 મિનીટ સુધી જ એક્ટિવ રહેશે. આ લિંક પર ક્લિક કરતાં તમારે તમારુ લૉકેશન અને જે વસ્તુ તમે ખરીદી કરવા માંગતા હશો તેને સિલેક્ટ કરવી પડશે.

અહીં ફોર્મ આપવામાં આવશે જેમાં તમામ ડિટેલ્સ ભરીને પ્રૉસિડ પર ક્લિક કરવુ પડશે, બાદમાં જિઓમાર્ટ તરફથી તમને બધી વસ્તુનુ લિસ્ટ મળશે, જે તમને મળી શકે એવી હશે. બસ આ રીતે તમે બાદમાં પસંદ કરીને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીને ઓર્ડર આપી શકો છો.

👇👇👇👇👇👇👇👇

JIO MART Official site

0 Response to "રિલાયન્સે લૉન્ચ કરી Jio Mart વેબસાઇટ, આ રીતે ખરીદી શકાશે સસ્તો સામાન"

Post a Comment

Native Banner