અમદાવાદમાં દૂધ-દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવા ફરમાન, શાકભાજી-ફળો પણ નહીં મળે, જાણો મોટી જાહેરાત

અમદાવાદમાં દૂધ-દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવા ફરમાન, શાકભાજી-ફળો પણ નહીં મળે, જાણો મોટી જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવા નો નિર્ણય લીધો છે.      


Coronavirus: Complete lockdown for one week in ahmedabad due to coronaઅમદાવાદઃ અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ જાહેરાતનો અમલ આજ રાત્રે બાર વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા કમિશનર મુકેશ કુમારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શાકભાજીની દુકાનો પણ બંધ કરી દેવાશે. અમદાવાદમાં શાકભાજીના ફેરિયા કોરોનાના સુપર સ્પ્રેડર હોવાથી તેમની લારીઓ તથા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે.ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા હતા.

0 Response to "અમદાવાદમાં દૂધ-દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવા ફરમાન, શાકભાજી-ફળો પણ નહીં મળે, જાણો મોટી જાહેરાત"

Post a Comment

Native Banner