રાજ્યમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉત્તરવહી અવલોકન માટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યો
Thursday 28 May 2020
Comment
26 મે થી અવલોકન અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની શરૂ કરાઈ હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત સહિતના મુખ્ય ચાર વિષયોના ઉત્તરવહીના અવલોકન માટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યા છે.બોર્ડની સત્તાવાર યાદી મુજબ ગણિત, ભૌતિક , રસાયણ અને જીવવિજ્ઞાનની ઉત્તરવહીઓના અવલોકન માટેની વિષય દીઠ ફી 300 રૂપિયા હતી, તે ગઈકાલથી ઘટાડીને 150 રૂપિયા કરવામાં આવી છે. 26 મે થી અવલોકન અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની શરૂ કરાઈ હતી. 26થી 27 મી મે સવારના સાડા દશ સુધીમાં જે વિદ્યાર્થીઓએ વિષય દીઠ 300 રૂપિયા ફી ચૂકવી છે, તેવા અરજદારોને તેઓ રૂબરૂ અવલોકન માટે હાજર રહે ત્યારે વિષય દીઠ 150 રૂપિયાની પરત ચૂકવણી કરાશે. શિક્ષણમંત્રીએ કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અવલોકન માટેની ફી માં ઘટાડો કરવા કરાયેલા સૂચનને ધ્યાનમાં લઈ બોર્ડે આ નિર્ણય લીધો હતો
0 Response to "રાજ્યમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ઉત્તરવહી અવલોકન માટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યો "
Post a Comment