ફેસબુકે 8 યુઝર્સ એકસાથે ઓડિયો કોલિંગ કરી શકે તેવી ‘કેચઅપ’ એપ લોન્ચ કરી
Wednesday 27 May 2020
Comment
- હાલ કંપની આ એપનું એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ પર ટેસ્ટિંગ કરી રહી છે
- આ એપનો ઉપયોગ કરવા માટે ફેસબુક અકાઉન્ટ હોવું જરૂરી નથી
- કેચઅપ એપ આઈઓએસ યુઝર માટે એપ સ્ટોર પર અવેલેબલ છે
નવી દિલ્હી. લોકડાઉનની પરિસ્થતિમાં હાલ વીડિયો અને ઓડિયો કોલિંગ એપ્સનો ઉપયોગ વધી ગયો છે. યુઝર્સ વોટ્સએપ, ઝૂમ, ગૂગલ મીટ અને ગૂગલ ડુઓ જેવી એપ પર વીડિયો કોલિંગ કરી રહ્યા છે. ફેસબુકે પોતાની પ્રથમ ઓડિયો કોલિંગ એપ ‘કેચઅપ’ લોન્ચ કરી છે. આ એપમાં એકસાથે 8 યુઝર્સ ઓડિયો કોલિંગ કરી શકશે. આ એપને કંપનીની NPE ટીમે બનાવી છે. એપની ખાસ વાત એ છે કે, તે ઓડિયો કોલિંગ પહેલાં જ જાણ કરી દેશે કે યુઝર અવેલેબલ છે કે નહિ. આ એપનો ઉપયોગ કરવા માટે ફેસબુક અકાઉન્ટ હોવું જરૂરી નથી. કંપની હાલ અમેરિકામાં એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ પર ટેસ્ટિંગ કરી રહી છે. કેચઅપ એપ આઈઓએસ યુઝર માટે એપ સ્ટોર પર અવેલેબલ છે.
ઓડિયો કોલિંગ કરવા શું કરવું?
- સૌપ્રથમ વીડિયો કોલ માટે યુઝરે એપ ઓપન કરવી
- ક્રિએટ કોલમાં જઈને જે લોકોને ઓડિયો કોલ સાથે કનેક્ટ કરવા હોય તેમને સિલેક્ટ કરવા
- હવે ક્રિએટ કોલ પર ક્લિક કરીને ઓડિયો કોલ કરી શકો છો
- આ એપમાં વીડિયો કોલ મર્જ કરવાનું ફીચર પણ છે
ફેસબુક મેસેન્જર પર 50 લોકો એકસાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. ફેસબુકે આ ફીચર એપ્રિલ મહિનામાં લોન્ચ કર્યું હતું, હાલ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. મેસેન્જર રૂમ વીડિયો કોલિંગમાં કોઈ પણ યુઝર ઇનવાઈટ લિંકની મદદથી વીડિયો કોલમાં જોડાઈ શકે છે.
0 Response to "ફેસબુકે 8 યુઝર્સ એકસાથે ઓડિયો કોલિંગ કરી શકે તેવી ‘કેચઅપ’ એપ લોન્ચ કરી"
Post a Comment