ગ્રાહકોને નુકસાન / સ્ટેટ બેંકે એક મહિનામાં બીજી વાર ફિક્સ ડીપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, 5થી 10 વર્ષ માટે હવે 5.4% ઇન્ટરેસ્ટ મળશે

ગ્રાહકોને નુકસાન / સ્ટેટ બેંકે એક મહિનામાં બીજી વાર ફિક્સ ડીપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, 5થી 10 વર્ષ માટે હવે 5.4% ઇન્ટરેસ્ટ મળશે

  • બેંકે તમામ ટર્મ FD પર વ્યાજ દરમાં 0.40% ઘટાડો કર્યો છે,27 મેથી નવા દરો લાગુ
  • સ્ટેટ બેંકે થોડા દિવસો પહેલા બચત ખાતા પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો હતો

  • દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે તમામ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.40% ઘટાડો કર્યો છે. નવા દર 27 મેથી અમલમાં આવી ગયા છે. SBIએ 2 કરોડ અથવા તેથી વધુની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ 50 BPS (બેસિસ પોઈન્ટ) સુધીનો ઘટાડો કર્યો છે. આ કેટેગરીમાં બેંક મહત્તમ ત્રણ ટકા વ્યાજ ચૂકવે છે. અગાઉ પણ SBIએ એક મહિનામાં બીજી વાર ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. 
  • SBI હવે FD પર કેટલું વ્યાજ આપશે
  • સમયગાળો સામાન્ય નાગરિકો માટે નવા દર (%) વરિષ્ઠ નાગરિકો માટે નવા દર (%)
    7 થી 45 દિવસ2.93.4
    46થી 179 દિવસ3.94.4
    180થી 210 દિવસ4.44.9
    211થી એક વર્ષ 4.44.9
    1 વર્ષથી બે વર્ષ5.15.6
    બે વર્ષથી ત્રણ વર્ષ  5.15.6
    ત્રણ વર્ષથી પાંચ વર્ષ5.35.8
    પાંચ વર્ષથી 10 વર્ષ5.46.2
    બચત ખાતા પરના વ્યાજમાં ઘટાડો
    SBIએ 12 મેના રોજ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ SBIએ બચત ખાતા પરનું વ્યાજ ઘટાડ્યું હતું. તેમાં હવે થાપણો પર 2.75 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે અગાઉ 3 ટકા હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે 

અમારા વોટ્સઅમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

0 Response to "ગ્રાહકોને નુકસાન / સ્ટેટ બેંકે એક મહિનામાં બીજી વાર ફિક્સ ડીપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો, 5થી 10 વર્ષ માટે હવે 5.4% ઇન્ટરેસ્ટ મળશે"

Post a Comment

Native Banner