ભાવનગરમાં એક કોરોના દર્દીના મોત સાથે મૃત્યુઆંક 397 કુલ પોઝિટિવ દર્દી 6627, સુરતમાં વતન જવા માગતા લોકોની ભીડ જામી

ભાવનગરમાં એક કોરોના દર્દીના મોત સાથે મૃત્યુઆંક 397 કુલ પોઝિટિવ દર્દી 6627, સુરતમાં વતન જવા માગતા લોકોની ભીડ જામી

  • રાજ્યમાં કુલ 6627 દર્દી અને મૃત્યુઆંક 397, અમદાવાદ, સુરત અને નડિયાદમાં આજથી શાકભાજી વેચાણ ઉપર પ્રતિબંધ
  • 24 કલાકમાં ગુજરાતમાં 380 પોઝિટિવ, અમદાવાદમાં 25 સહિત રાજ્યમાં 28 મોત
  • રાજ્યમાં ખાનગી હોસ્પિટલને ચાલુ રાખવા આદેશ, નહીં તો લાઇસન્સ રદ થઇ શકે છે
  • અમદાવાદમાં રેડ ઝોનમાં બીએસએફની 6 ટુકડી તહેનાત કરાશે
  • બેન્કોની બ્રાન્ચ પણ નહીં ખૂલે, એટીએમ ચાલુ રહેશે 
  • શટડાઉનમાં કરિયાણું, શાકભાજી, ફળ નહીં મળે, પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે


રાજ્યમાં ખાનગી તબીબોને પ્રેક્ટિસ શરૂ કરવા આદેશ
ગાંધીનગર.

ભાવનગરમાં એક કોરોના દર્દીનું મોત થતાં રાજ્યમા કુલ મૃત્યુઆંક 397 જ્યારે રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દી 6,627 થયા છે જ્યારે અત્યાર સુધીમાં 1500 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. કોરોનાના વધતા જતા વ્યાપને પગલે અમદાવાદના સમગ્ર મ્યુનિસિપલ વિસ્તારોમાં શટડાઉન જાહેર કરાયું છે. જેથી ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદના પગલે સુરત અને નડિયાદમાં પણ શુક્રવારથી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામમાં 3,  કલોલમાં અને  વાવોલમાં 1 કેસ સામે આવ્યા છે. સુરતમાં વતન જવા માગતા લોકોની ભીડ જોવી મળી છે.
હાલ ગુજરાતમાં અને ખાસ તો મોટા શહેરો કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ વધુ આવતાં રેડ ઝોનમાં મુકાયાં છે ત્યાં ઘણાં ખાનગી તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાં નથી. ગુજરાત સરકાર વતી આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ તબીબો જોગ આદેશ જારી કરીને કહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો અને તબીબો પોતાની સેવા તાકીદે ગુરુવારથી શરુ નહીં કરે તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત નીતિન પટેલે બુધવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ અહીં તજજ્ઞો સામેથી સેવા અથવા માર્ગદર્શન આપવા સામેથી આવે તેવી અપીલ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુદર ઊંચો હોવાથી તેમણે વિષય નિષ્ણાત તબીબોને સરકારની પડખે આવવા અપીલ કરી છે.

▶️અગાઉ ક્યારે કેસ ઘટ્યાં

19 એપ્રિલે 367 કેસ નોંધાયા પછી 20મી એપ્રિલે 196 નોંધાયા જે 24 કલાકમાં 171 કેસનો ઘટાડો હતો. 21 એપ્રિલે 239 કેસ પછી 22 એપ્રિલે દસ ઘટ્યાં અને 229 કેસ નોંધાયા, તેના બીજા દિવસે પણ 12 કેસ ઓછા નોંધાતાં 23 એપ્રિલે 217નો આંકડો રહ્યો. આ સિલસિલો ત્રીજા દિવસે પણ રહ્યો અને 26 કેસ ઓછાં નોંધાતાં 24 એપ્રિલે 191 નવા કેસ સામે આવ્યાં હતાં, પરંતુ તે પછી આ આંકડો વધ્યો. 25 એપ્રિલે 256 અને પછી 26મીએ 230 જે 26 કેસનો ઘટાડો દર્શાવે છે. 27 એપ્રિલે 247 નોંધાયા પછી 19 કેસના ઘટાડા સાથે 28 એપ્રિલે 226 કેસ નોંધાયા. 28 એપ્રિલ પછી ઉત્તરોતર કેસ વધતાં જ રહ્યાં એ પછી 5 મેના રોજ 441 કેસ નોંધાયા બાદ 61 કેસ ઘટતાં 6 મેના રોજ 380 કેસ નોંધાયા છે.

▶️કેસ ઘટ્યા પણ સામે ટેસ્ટ ઘટ્યાં નથી

સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે બુધવારે કેસ તો ઘટ્યાં છે પણ તેની સામે ટેસ્ટિંગની સંખ્યા વધી છે. તેથી કેસ ઓછા નોંધાય તે માટે ટેસ્ટ ઓછા કરાયાં તેવું કોઇ કારણ અહીં મળતું નથી. ઉલટાનું મંગળવારે કરાયેલાં કુલ 4,984 ટેસ્ટની સામે બુધવારે 5,559 સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 95,191 ટેસ્ટ કરાયાં છે તેમાંથી 6,625 પોઝિટિવ જ્યારે 88,566 નેગેટિવ આવ્યાં છે.
▶️કુલ 6,662 દર્દી, 396ના મોત અને 1500 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ4716298778
વડોદરા42131164
સુરત 77233314
રાજકોટ620126
ભાવનગર 820521
આણંદ760638
ભરૂચ270222
ગાંધીનગર830515
પાટણ240112
નર્મદા 12 0012
પંચમહાલ  510306
બનાસકાંઠા640114
છોટાઉદેપુર140011
કચ્છ 070105
મહેસાણા420008
બોટાદ480108
પોરબંદર030003
દાહોદ 150002
ખેડા120002
ગીર-સોમનાથ03     0003
જામનગર 050100
મોરબી 01 0001
સાબરકાંઠા100203
મહીસાગર420107
અરવલ્લી220214
તાપી 020001
વલસાડ 0601 03
નવસારી 080004
ડાંગ 020001
દેવભૂમિ દ્વારકા
03
0000
સુરેન્દ્રનગર0100 01
જૂનાગઢ020000
કુલ 66623961500

0 Response to "ભાવનગરમાં એક કોરોના દર્દીના મોત સાથે મૃત્યુઆંક 397 કુલ પોઝિટિવ દર્દી 6627, સુરતમાં વતન જવા માગતા લોકોની ભીડ જામી"

Post a Comment

Native Banner