2-3 દિવસમાં રેલવે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશેઃ પીયૂષ ગોયલની જાહેરાત

2-3 દિવસમાં રેલવે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશેઃ પીયૂષ ગોયલની જાહેરાત


2-3 દિવસમાં રેલવે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશેઃ પીયૂષ ગોયલની જાહેરાત

રેલવે સ્ટેશનો પર મુસાફરો કાઉન્ટર પર રિઝર્વેશન કરાવી શકશે, આ સંબંધમાં પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હીઃ કોરોના મહામારી (Covid-19)ના કારણે દેશમાં લાગુ લૉકડાઉન (Lockdown)નો આજે 58મો દિવસ છે. રેલ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)એ દેશભરના લોકોને એક મોટી રાહત આપ્તાં મંગળવારે 200 સ્પેશલ નૉન એસી ટ્રેનોની સેવાઓને ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ટ્રેનો માટે ગુરુવારથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રેલ મંત્રીએ જણાવ્યું કે શુક્રવારથી ટ્રેન ટિકિટોનું બુકિંગ દેશભરમાં લગભગ 1.7 લાખ કૉમન સર્વિસ સેન્ટર પર શરૂ થશે. બીજી તરફ, આગામી એક-બે દિવસમાં કેટલાક પસંદગીના રેલવે સ્ટેશનો પર જઈને મુસાફરો કાઉન્ટર પર રિઝર્વેશન કરાવી શકશે. આ સંબંધમાં પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

રેલ મંત્રીએ જાણકારી આપી કે બપોરે 12 વાગ્યા સુધી વેબસાઇટ પર 73 ટ્રેનો બુકિંગ માટે ઉપલબ્ધ હતી. અત્યાર સુધી 149025 ટિકિટોનું બુકિંગ કરવામાં આવી ચૂક્યું છે. શ્રમિક સ્પેશલ ટ્રેનોનો ઉલ્લેખ કરતાં રેલ મંત્રીએ કહ્યું કે બુધવાર સુધી શ્રમિક સ્પેશલ ટ્રેનોથી લગભગ 5 લાખ પ્રવાસી શ્રમિકો પોતાના ગૃહ રાજ્ય પરત ફરી ચૂક્યા છે. તે અમારા માટે ઘણું પડકારભર્યું મિશન હતું. પરંતુ સરકાર તેમાં સફળ રહી. પીયૂષ ગોયલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન આ મિશનનું મોનિટરિંગ કરી રહ્યા છે.




ANI
@ANI
Some states did not cooperate with us to run special trains for sending back migrant workers to their homes. I think there are around 40 lakh people who want to return to West Bengal but only 27 special trains have entered the state so far: Railway Minister Piyush Goyal

View image on Twitter
707
1:12 PM - May 21, 2020
Twitter Ads info and privacy

0 Response to "2-3 દિવસમાં રેલવે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશેઃ પીયૂષ ગોયલની જાહેરાત"

Post a Comment

Native Banner