કાલથી રેલ સફર શરૂ / હાવડા-દિલ્હી ટ્રેનના એસી-1 અને એસી-3ની બધી ટિકિટ 10 મિનિટમાં વેચાઇ ગઇ, મુંબઇ-દિલ્હી ટ્રેનમાં 18મે સુધી ટિકિટ નહીં

કાલથી રેલ સફર શરૂ / હાવડા-દિલ્હી ટ્રેનના એસી-1 અને એસી-3ની બધી ટિકિટ 10 મિનિટમાં વેચાઇ ગઇ, મુંબઇ-દિલ્હી ટ્રેનમાં 18મે સુધી ટિકિટ નહીં


    People had difficulty opening the railway website as soon as the booking started; These trains will have the same fare as the capital, will travel only on confirmed tickets
  • હાવડા-દિલ્હી રૂટની સ્પેશ્યલ ટ્રેનનું 12મેના રિઝર્વેશન અમુક મિનિટોમાં જ ફુલ થઇ ગયું, જ્યારે 13મેનું રિઝર્વેશન 20 મિનિટમાં ફુલ થઇ ગયું
  • હાવડા-દિલ્હી રૂટ પર થર્ડ એસીનું ભાડું 1900 રૂપિયા, સેકન્ડ એસીના 2700 રૂપિયા અને ફર્સ્ટક્લાસનું ભાડું 4595 રૂપિયા છે
  • અન્ય પબ્લિક માટે 12 મેથી ચલાવવામાં આવશે 15 સ્પેશિયલ ટ્રેન, મોબાઈલ એપ કે આઈઆરસીટીસીની વેબસાઈટથી થશે બુકિંગ
  • માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવનાર પેસેન્જર્સને જ રેલવે સ્ટેશન પર આવવાની પરવાનગી મળશે, માસ્ક પહેરવો જરૂરી  
નવી દિલ્હી. IRCTCએ સોમવારે સાંજે 6 વાગ્યાથી સ્પેશ્યલ ટ્રેનો માટે બુકિંગ શરૂ કર્યું. આ દરમિયાન હાવડા-દિલ્હી ટ્રેનની એસી-1 અને એસી-3ની ટિકિટો માત્ર 10 મિનિટમાં વેચાઇ ગઇ. પહેલા આ બુકિંગ સાંજે 4 વાગ્યાથી શરૂ થવાની હતી પરંતુ વેબસાઇટ પર લોડ વધી જવાથી સાઇટ ક્રેશ થઇ ગઇ. ત્યારબાદ બે કલાક મોડી  બુકિંગ શરૂ કરવામા આવી. આ દરમિયાન ભુવનેશ્વર-નવી દિલ્હી સ્પેશ્યલ ટ્રેનની એસી-1 અને એસી-3ની બધી ટિકિટ પણ સાંજે સાડા છ વાગ્યા સુધી વેચાઇ ગઇ હતી. IRCTC પ્રમાણે હાવડા-નવી દિલ્હી ટ્રેન મંગળવારે સાંજે 5 વાગ્યાને 5 મિનિટ પર ઉપડશે. 

રેલવેમંત્રી પીયૂષ ગોયલનું ટ્વિટ
1. હાવડા-નવી દિલ્હી
આ રૂટની સ્પેશ્યલ ટ્રેનનું 12મેનું રજીસ્ટ્રેશન અમુક મિનિટોમાં જ ફુલ થઇ ગયું જ્યારે 13મેનું રિઝર્વેશન 20 મિનિટમાં ફુલ થઇ ગયું. આ રૂટ પર થર્ડ એસીનું ભાડું 1900 રૂપિયા, સેકન્ડ એસીનું 2700 રૂપિયા અને ફર્સ્ટ ક્લાસનું 4595 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. 
2. રાજેન્દ્રનગર-નવી દિલ્હી રૂટ
IRCTCની વેબસાઇટ પર રાજેન્દ્રનગર લખવા પર ટ્રેન સર્ચ ન થઇ પરંતુ પટના-નવી દિલ્હી સિલેક્ટ કરવા પર બુકિંગનું ઓપ્શન દેખાયું. હકીકતમાં સર્ચ કરવા પર યુઝરને પટના એડ કરવાનું હતું અને ટ્રેનનું નામ રાજેન્દ્રનગર-નવી દિલ્હી એસી સ્પેશ્યલ હતું. સાંજે પોણા સાત વાગ્યા સુધી આ રૂટ પર 17મે સુધીની સીટો ઉપલબ્ધ હતી. આ રૂટ પર થર્ડ એસીનું 1535 રૂપિયા, સેકન્ડ એસીનું 2170 રૂપિયા અને ફર્સ્ટ એસીનું 3660 રૂપિયા ભાડું છે. 
3. નવી દિલ્હીથી બિલાસપુર
આ રૂટ પર 12મેની ટ્રેન માટે બુકિંગ થોડા સમયમાંજ ફુલ થઇ ગયું પરંતુ 16મેની ટ્રેન માટે સાંજે સાત વાગ્યા સુધી પણ થર્ડ એસીની સીટો ઉપલબ્ધ હતી. સેકન્ડ એસીમાં  બન્ને તારીખ પર સાંજે સાત વાગ્યા સુધી ઘણી સીટો ઉપલબ્ધ હતી. આ રૂટ પર થર્ડ એસીનું 1950 રૂપિયા, સેકન્ડ એસીનું 2790 અને ફર્સ્ટ એસીનું 4745 રૂપિયા ભાડું છે. 

4. મુંબઇ સેન્ટ્રલથી નવી દિલ્હી
આ રૂટ પર રેલવે દરરોજ એસી ટ્રેન ચલાવશે. આ સ્પેશ્યલ ટ્રેનમાં 12 થી 16મેના સેકન્ડ એસી અને થર્ડ એસીની ટિકિટો અડધા કલાકમાં જ બુક થઇ ગઇ હતી. બન્ને ક્લાસમાં માત્ર 17મેની ટિકિટ સાંજે સાત વાગ્યા સુધી ઉપલબ્ધ હતી. આ રૂટ પર થર્ડ એસીનું 1855 રૂપિયા, સેકન્ડ એસીનું 2645 રૂપિયા અને ફર્સ્ટ એસીનું 4495 રૂપિયા ભાડું છે. 
5. નવી દિલ્હીથી સિકંદરાબાદ
આ રૂટ પર પણ અડધા કલાકની અંદર બુકિંગ ફુલ થઇ ગઇ. આ ટ્રેન દર મંગળવારે ચાલશે પરંતુ યુઝર્સ પાસે માત્ર 12મેની ટિકિટનું ઓપ્શન હતું. આગામી મંગળવારે 19 મેની તારીખમાં સર્ચ રિઝલ્ટમાં આ ટ્રેન દેખાતી ન હતી. આ ટ્રેનનું થર્ડ એસીનું 2065 રૂપિયા, સેકન્ડ એસીનું 2960 રૂપિયા અને ફર્સ્ટ એસીનું 5060 રૂપિયા ભાડું છે. 
ઘણા રૂટ પર ટ્રેન સર્ચ કરવામાં એરર 
હાવડાથી નવી દિલ્હી લખવા પર તરત સર્ચ તો થયું પરંતુ રિટર્ન જર્ની સર્ચ કરવા પર એરર સાથે મેસેજ આવ્યો કે કોરોનાના લીધે આ રૂટ પર બુકિંગ સસ્પેન્ડ છે. આ રીતે જ રાજેન્દ્રનગરથી નવી દિલ્હી રૂટ પર ટ્રેન સર્ચ થઇ અને 12મેની બુકિંગ પણ થઇ પરંતુ દિલ્હીથી રાજેન્દ્રનગરની ટ્રેન સર્ચ રિઝલ્ટમાં આવી નહીં. નવી દિલ્હીથી બેંગલુરૂની 12મેની ટિકિટ થઇ પરંતુ રિટર્ન જર્ની માટે ટિકિટ સર્ચ ન થઇ શકી. 

નવી દિલ્હી-ત્રિવેન્દ્રમ, નવી દિલ્હી-ચેન્નઇ સેન્ટ્રલ રૂટ પર ટ્રેન સર્ચ કરવા દરમિયાન પણ એરર આવતો રહ્યો. મુંબઇ-દિલ્હીની ટિકિટો બુક થઇ પરંતુ દિલ્હી-મુંબઇ રૂટ પર એરર દેખાયો. 
ટ્રાફિક વધવાથી વેબસાઈટ ક્રેશ
રેલવે મંત્રાલયે કહ્યું કે ટિકિટ માત્ર આઈઆરસીટીસી વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા જ બુક કરી શકાશે. રેલવે અને આઈઆરસીટીસીના એજન્ટો દ્વારા ટિકિટ બુક થઈ શકશે નહિ. તત્કાલ અને પ્રીમયમ તત્કાલની કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી. કરન્ટ બુકિંગ પણ કરી શકાશે નહિ. ટિકિટ બુકિંગ આજે સાંજે 4 વાગ્યાતી શરૂ થવાનું હતું, જોકે રેલવેની વેબસાઈટ લોડ જ થઈ રહી નથી. એમ કહેવામાં આવી રહ્યું છે કે ટિકિટ બુકિંગ માટે મોટી સંખ્યામાં લોકો આ સાઈટને ઓપન કરી રહ્યાં છે, જેના કારણે તે લોડ થઈ રહી નથી. 
કયા રૂટ પર ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન ?
આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી ડિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી માટે ચલાવવામાં આવશે.
રેલવેએ પ્રવાસ અંગે શું માહિતી આપી ?
  • ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ આપવામાં નહીં આવે.
  • પ્રવાસ દરમિયાન ફેસ કવર કરવો જરૂરી છે. ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ થશે.
  • માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં સંક્રમણના લક્ષણો ન હોય.
  • માત્ર એ પ્રવાસીઓને સ્ટેશન પર આવવાની મંજૂરી મળશે જેમની ટિકિટ કન્ફર્મ છે.
  • એક ટ્રેનમાં 1700 સીટનું બુકિંગ થશે. 
સ્પેશિયલ ટ્રેન
  • નવી દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ 4.24 કલાકે રવાના, કોટા-રતલામ-વડોદરામાં સ્ટોપેજ
  • નવી દિલ્હીથી અમદાવાદ 7.55 કલાકે રવાના, ગુડગાંવ, જયપુર, આબુ રોડ, પાલનપુરમાં સ્ટોપેજ

0 Response to "કાલથી રેલ સફર શરૂ / હાવડા-દિલ્હી ટ્રેનના એસી-1 અને એસી-3ની બધી ટિકિટ 10 મિનિટમાં વેચાઇ ગઇ, મુંબઇ-દિલ્હી ટ્રેનમાં 18મે સુધી ટિકિટ નહીં"

Post a Comment

Native Banner